વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ૧૬ મે ૨૦૨૨ના રોજ સવારે ૮ઃ૫૯ થી ૧૦.૨૩ સુધી થશે

વર્ષ ૨૦૨૨નું પ્રથમ ચંદ્ર ગ્રહણ વૈશાખ પૂર્ણિમાંના દિવસે ૧૬ મે ૨૦૨૨ના રોજ થવા જઈ રહ્યું છે. વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ છે. ચંદ્ર ગ્રહણથી ૯ કલાક પહેલા સૂતક કાળ લાગું થાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. ભારતમાં આ ચંદ્રગ્રહણ નહીં દેખાશે એટલા માટે સૂતક કાળ પણ માન્ય નહીં રહેશે.
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આ રાશિમાં થશે
વર્ષનું આ પ્રથમ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં થશે. આ દરમિયાન આ રાશિ વાળાના જીવનમાં અનેક પ્રકારના બદલાવ જાેવા મળશે. ગ્રહણનો સમયગાળો અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ભારતીય સમય પ્રમાણે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ૧૬ મે ૨૦૨૨ના રોજ સવારે સવારે ૮ઃ૫૯ થી ૧૦.૨૩ સુધી થશે. આ આખા વર્ષમાં કુલ ૨ ચંદ્ર ગ્રહણ થશે અને આ બંને જ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે.
ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ
વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમી યૂરોપ, દક્ષિણ-પશ્ચિમી એશિયા, આફ્રિકા, અધિકાંશ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. ભારતમાં આ ચંદ્રગ્રહણની શૂન્ય દૃશ્યતાના કારણે અહીં સુતક કાળ માન્ય રહેશે નહીં.
બીજુ અને અંતિમ ચંદ્ર ગ્રહણ ક્યારે દેખાશે
વર્ષ ૨૦૨૨નું બીજુ અને અંતિમ ચંદ્ર ગ્રહણ ૮ નવેમ્બરે થશે. તે પણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ થશે. ભારતના કેટલાક ભાગોમાં આ ચંદ્રગ્રહણ દેખાશે એટલા માટે અહીં સૂતક કાળ માન્ય રહેશે.
પૂર્ણ ચંદ્ર ગ્રહણ ક્યારે થાય છે
ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્યની પરિક્રમા કરતી વખતે પૃથ્વી બરાબર તેની સામે આવે છે અને તે જ સમયે પૃથ્વીની આગળ ચંદ્ર આવે છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે જેના કારણે ચંદ્ર સુધી સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો.