કેજીએફ ૨નાં જાણીતા એક્ટરનું નિધન, ૧૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે

કેજીએફ ૨ ફેમ મોહન જુનેજાનું ૭ મે ૨૦૨૨ની સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા એ ઈલાજ દરમિયાન તેમણે અંતિમ શ્વાસો લીધા. એક્ટરે બેંગ્લોરના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસો લીધા. લોકોને પોતાની કોમેડીથી હસાવનાર મોહન આજે સૌની આંખોમાં પાણી લાવી ગયા. આજે જ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.
મોહન જુનેજાએ કોમેડિયન તરીકે કરિયરની શરૂઆત કરી હતી. કેજીએફમાં પત્રકાર આનંદની ઈનફોર્મરની ભૂમિકા ભજવી હતી. તેમણે પહેલા તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિન્દી ભાષાની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની કરિયરમાં ૧૦૦થી વધારે ફિલ્મો કરી છે. તેઓ કેજીએફ ચેપ્ટર ૧ અને ચેપ્ટર ૨માં પણ જાેવા મળ્યા હતા. એક્ટર અને કોમેડિયનને ફિલ્મ ‘ચેતલા’થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની ભૂમિકા દર્શકોના દિલમાં ઘર કરી ચુકી હતી, જેને તેઓ ભૂલાવી નહીં શકે.
મોહનનાં ગયા બાદ તેમના ફેન્સ અને ફિલ્મ ઈંડસ્ટ્રી સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ જતાવી રહ્યા છે. આ એક્ટર બાળપણથી જ એક્ટિંગમાં રૂચી ધરાવતા હતા. તેમણે કોલેજ કાળમાં જ નાટકોમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘સંગમા’થી તેમણે કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તામિલ ફિલ્મ ‘ટેક્સી નંબર’માં તેમણે કામ કર્યું હતું. ૨૦૧૦માં મોહને કન્નડ ભાષાનાં નાટક ‘નારદ વિજયા’માં પણ કમાલ કરી બતાવી. ૨૦૧૮માં હોરર ફિલ્મ ‘નિગૂડા’ માં પણ અભિનય કર્યો. આ પણ કન્નડ ભાષામાં જ હતી. તેઓ એક કોમેડી એક્ટર તરીકે પણ ઓળખાતા હતા.