ક્રાઇમ
જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્યને હાલોલ સેશન કોર્ટે સંભળાવી ૨ વર્ષની સજા

મતાર ભાજપના ધારાસભ્ય જુગાર રમાવાના કેસમાં કોર્ટ દ્ઘારા સજા સંભળવામાં આવી છે બનાવની વિગત એવી છે કે થોડાક સમય અગાઉ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૨૬ લોકો જુગાર રમતા હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી જેના અધારે પોલીસે બાતમીવાળી જગ્યા દરોડા પાડી ધારાસભ્ય સહિત ૨૬ લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યો હતો જેમાં રોકડ.મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજાે કરી માતર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે હાલોલ સેન્શન કોર્ટ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને જુગાર રમવાના ગુનામાં ૨ વર્ષની સજા સંભળાવાની સાથે ૪ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
બીજી વખત કોઇ રાજ્કીય નેતાકે ધારાસભ્ય પોતાની સત્તાનો દુરઉપયોગ ન કરે તે માટે સમાજમાં કોર્ટે શિક્ષાત્મક દાખલો બેસાડ્યો છે.