ક્રાઇમ

વડોદરામાં લોટરીના નામે યુવકને ઠગ્યો, બહાના બતાવી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં એક યુવકને લોટરી લાગી હોવાનું કહી અને ઠગ્યો હતો. શહેરના વાડી વિસ્તારમાં વુડાના મકાન માં રહેતો અને રસ નો કોલુ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો શ્રમજીવી યુવકને થોડા દિવસ પહેલાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમે કોન બનેગા કરોડપતિમાં તમારો નંબર સિલેક્ટ થયો છે અને ૨૫ લાખ રૂપિયાની લોટરી લાગી છે. ત્યારબાદ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ૨૫ લાખની રકમ લેવા માટે યુવકને અલગ અલગ બહાના બતાવી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવીને થોડા દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં કોન બનેગા કરોડપતિમાં લોટરી લાગી હોવાનું જણાવી અલગ-અલગ બહાના હેઠળ શ્રમજીવી પાસેથી ૨.૭૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જે મામલે શ્રમજીવીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓની અટકાયત કરી હતી

જાે તમે સપનામાં વિચાર આવે કે તમને લોટરી લાગી છે તો તમારી હાલત ક્યાં પ્રકારની થાય આ જ પ્રકારનો કિસ્સો બન્યો છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં વુડાના મકાન માં રહેતો અને રસ નો કોલુ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો શ્રમજીવી યુવક ને થોડા દિવસ પહેલાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમે કોન બનેગા કરોડપતિમાં તમારો નંબર સિલેક્ટ થયો છે અને ૨૫ લાખ રૂપિયાની લોટરી લાગી છે જે સાંભળી શ્રમજીવી યુવક ધોળે દિવસે લાખો પતિ થયો હોવાના સપનામાં ખોવાઈ ગયો હતો. પરંતુ તેના સપના પર પાણી ફરી જશે તેવી તેના સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.યુવકને ખબર ન હતી કે તે કોઈ ગેંગની છેતરપિંડીનો ભોગ બની રહ્યો છે અને થયું પણ એવું જ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ૨૫ લાખની રકમ લેવા માટે તેને અલગ અલગ બહાના બતાવી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

સોશિયલ મીડિયા જેટલું મદદગાર છે તેટલું જ તેનાથી જાેખમ પણ રહેલું છે ત્યારે વાડી વિસ્તારમાં આ યુવકને લોટરી ના નામે અલગ અલગ રીતે કુલ મળી ૨.૭૭ લાખની રકમ ઠગોએ ટ્રાન્સફર કરાવી લીધી હતી જે બાબત નું ભાન થતા જ યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમને તપાસનો દોર લંબાવ્યો લખનૌ ખાતેથી બે આરોપીને ઝડપી પાડયા હતા જે બંને આરોપી પાસેથી વિવિધ બેંકોના ૩૨ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક પાસબુકો, બોગસ આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button