ભારત

રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટ કડક પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં; આગામી સુનાવણી જુલાઈમાં

કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને આઇપીસીની કલમ ૧૨૪એની જાેગવાઈઓ પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યાં સુધી રિએક્ઝામિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ૧૨૪એ હેઠળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. અગાઉ, સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આઇપીસીની કલમ ૧૨૪એ પર પ્રતિબંધ ન મૂકવો જાેઈએ. તેમણે એ પ્રસ્તાવ મૂક્યો હતો કે ભવિષ્યમાં આ કાયદા હેઠળ, પોલીસ અધીક્ષકની તપાસ અને સંમતિ પછી જ એફઆઇઆર નોંધવી જાેઈએ.

કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં સુધી પેન્ડિંગ કેસોનો સંબંધ છે, સંબંધિત અદાલતોને આરોપીઓના જામીન પર ઝડપથી વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે. નોંધનીય બાબત એ છે કે રાજદ્રોહના કેસમાં કલમ ૧૨૪છ સંબંધિત ૧૦થી વધુ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું હતું કે ગુનાની નોંધણીને રોકી શકાય નહીં. કાયદાની અસર પર રોક લગાવવી યોગ્ય નથી, તેથી તપાસ માટે જવાબદાર અધિકારી હોવા જાેઈએ, જેનો સંતોષ ન્યાયિક સમીક્ષાને આધીન છે.

એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પેન્ડિંગ રાજદ્રોહના કેસોની ગંભીરતા જાણી શકાતી નથી. સંભવતઃ આમાં આતંકવાદી અથવા મની લોન્ડરિંગના એંગલ હોય છે. જે કોર્ટમાં પેન્ડિંગ છે અને આપણે એના ચુકાદાની રાહ જાેવી જાેઈએ. બંધારણીય બેંચ દ્વારા માન્ય રાખવામાં આવેલી રાજદ્રોહની જાેગવાઈઓ પર સ્ટે આપવાનો આદેશ આપવો એ યોગ્ય માર્ગ નથી. મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું આ કાયદા હેઠળ નવા કેસ નોંધવામાં આવશે કે નહીં? કોર્ટે એમ પણ પૂછ્યું હતું- દેશમાં અત્યારસુધી આઇપીસી ૧૨૪-એ એક્ટ હેઠળ કેસ છે એનું શું થશે? તેઓ રાજ્ય સરકારોને કેમ સૂચના આપતા નથી કે આ કાયદા અંગે પુનર્વિચાર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ૧૨૪છ હેઠળના કેસ સ્થગિત રાખવા જાેઈએ.

તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું સર્વોપરિ છે. આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે પણ પોતાના અભિપ્રાયમાં આ વાતની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. કોર્ટે કહ્યું હતું કે કોની સામે રાજદ્રોહના આરોપમાં ટ્રાયલ ચાલી રહી છે અને તે આ આરોપમાં જેલમાં છે, તે યોગ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે, કારણ કે કેન્દ્ર સરકારે આ કાયદા પર પુનર્વિચાર કરવા કહ્યું છે, તેથી કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પુનર્વિચાર નહીં થાય ત્યાં સુધી આ કાયદા હેઠળ કોઈ કેસ નોંધાશે નહીં. ઉપરાંત પેન્ડિંગ કેસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂ કર્યો. તેમણે કહ્યું કે એસપી કે તેની ઉપરના રેન્કવાળા અધિકારીને રાજદ્રોહના આરોપમાં નોંધાયેલી એફઆઈઆરની નિગરાણી કરવાની જવાબદારી સોંપી શકાય. રાજદ્રોહના આરોપમાં એફઆઈઆર નોંધવાનું બંધ કરી શકાય નહીં. કારણ કે આ જાેગવાઈ એક ગંભીર ગુના સંબંધિત છે અને ૧૯૬૨માં એક બંધારણીય બેન્ચે તેને યથાવત રાખી હતી.

રાજદ્રોહની અરજી દાખલ કરનારાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી, મણિપુરના પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમચા, છત્તીસગઢના કન્હૈયાલાલ શુક્લાનો સમાવેશ થાય છે. આ કાયદામાં બિનજામીનપાત્ર જાેગવાઈઓ છે, એટલે કે ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત સરકાર વિરુદ્ધ નફરત, તિરસ્કાર, અસંતોષ ફેલાવવો એ ગુનો ગણવામાં આવે છે. આરોપીને સજા તરીકે આજીવન કેદ થઈ શકે છે.

અહીં હવે સવાલ એ થાય કે શું રાજદ્રોહ કાયદા પર રોક લગાવવાથી એવા લોકો કે જેમના પર કેસ થયેલો છે તેઓ બહાર આવી જશે ખરા? કે તેમને રાહત મળશે? તો અહીં એ જાણવું જરૂરી છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો એ અર્થ જરાય નથી કે હાલ જેલમાં બંધ આરોપીઓ છૂટી જશે. કારણ કે કોર્ટે કહ્યું છે કે રાજદ્રોહ કાયદો નિષ્પ્રભાવી રહેશે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટપણે કહ્યું છે કે આ આરોપીઓ વિરુદ્ધ કાયદાની અન્ય કલમો હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે. તેઓ જામીન માટે કોર્ટનો દરવાજાે ખખડાવી શકે છે. આથી હવે તેમનો જામીન પર છૂટકારો થશે કે નહીં તે તો તેઓ જે સંલગ્ન કોર્ટમાં અરજી કરે તેના પર ર્નિભર રહેશે.

અત્રે જણાવવાનું કે હાલ રાજદ્રોહના કેસમાં જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ, શરજીલ ઈમામ, હાર્દિક પટેલ અને નવનીત રાણા પર આ કલમ હેઠળ કેસ થયેલા છે. કોર્ટે નવા કેસ દાખલ કરવા પર રોક લગાવી છે પરંતુ આમ છતાં કેસ દાખલ થાય તો પણ તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે જાે આમ છતાં કેસ થાય તો આરોપી વ્યક્તિ સુપ્રીમ કોર્ટના આજના ઓર્ડરને લઈ નીચલી કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન જ્યારે જજ પૂછ્યું કે રાજદ્રોહના આરોપમાં કેટલા લોકો જેલમાં છે તો વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ૧૩ હજાર લોકો જેલમાં છે. અહીં એ વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે આ કાયદાને સ્થગિત કર્યો છે આથી આ કાયદાની લીગલ વેલિડિટી પૂરી થઈ નથી. કાયદા પર પુર્નવિચાર માટે સરકાર પાસે જુલાઈના ત્રીજા અઠવાડિયા સુધી સમય છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button