એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી ,બાબા પાસેથી મળી ૧૧ લાશ
અંધશ્રદ્ધા ફેલાવનારા ઘણા ઢોંગી બાબાઓ વિશે તમે સાંભળ્યું જ હશે. આવા જ એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી છે. આ બાબા પોતાના અનુયાયીઓને કહેતા હતા કે તેઓ તેમનો પેશાબ પીવે અને મળ ખાય. આમ કરવાથી તેઓ રોગોથી બચી જશે.
મળતી માહિતી મુજબ, આ ઢોંગી બાબાનું નામ થાવી નાનરા છે અને તેની ઉંમર ૭૫ વર્ષ છે. પોલીસે તેની થાઈલેન્ડના છૈયાફુમથી ધરપકડ કરી છે. આ છેતરપિંડી કરનાર બાબા છૈયાફુમના જંગલમાં રહેતો હતો, જ્યાં પોલીસે તેના કેમ્પ સાઈટ પર દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસને બાબા વિરુદ્ધ ઘણા ગંભીર પુરાવા મળ્યા છે, જેના આધારે તેને કડક સજા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
બાતમીદારે પોલીસને જણાવ્યું કે આ બાબા વિશે ત્યારે ખબર પડી જ્યારે આ બાબા પાસે ગયેલી એક મહિલા પાછી ન ફરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પોલીસ આ નકલી બાબાને પકડવા ગઈ ત્યારે બાબાના અનુયાયીઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું. પરંતુ પોલીસે બાબા થાવી નાનરાની ધરપકડ કરી છે.
અહેવાલો કહે છે કે આ ઢોંગી બાબાના આશ્રમમાંથી એક ડઝનથી વધુ અનુયાયીઓ સાથે તાબૂત સહિત ૧૧ મૃતદેહો મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ મૃતદેહો બાબાના અનુયાયીઓના છે. આ બાબા અત્યાર સુધી પોલીસથી બચી શક્યો હતો કારણ કે તેનો આશ્રમ શહેરથી દૂર ગાઢ જંગલમાં હતો. અહેવાલો અનુસાર, ઢોંગી બાબાઓનું અંધશ્રદ્ધાનું આ કાળું કૃત્ય અહીં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.