ક્રાઇમ
નશાના કારણે પંજાબમાં દર બીજા દિવસે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે

પંજાબમાં પાછલા ૧૦૦ દિવસમાં ૫૯ લોકોનાં મોત નશાના ઓવરડોઝથી થઈ ચૂક્યાં છે. એટલે કે દર બીજા દિવસે પંજાબ એક દીકરો ગુમાવી રહ્યું છે. મૃતકોમાં ૬૦% યુવકોની ઉંમર ૨૮ વર્ષથી ઓછી હતી. ૯૦% મામલામાં મરનારાએ નશો પોતાના ગામથી લીધો હતો. આ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે નશાથી જીવ ગુમાવનારા દીકરાઓના ગામે ટીમ પહોંચી.
ભઠીંડાના તલબંડી સાબો હલકે સ્થિત ગામ સિંગોમાં એક જ પરિવારના ચાર દીકરાઓને ગુમાવનારી મહિલાઓ સંતાપ કરતી જાેવા મળી. પરિવારમાં માતમ કરનારો કોઈ પુરૂષ નહોતો. જલંધર કેન્ટના મોહલ્લો-૩૧ હોય કે પછી ફાજિલ્કાના ગામ ભંબા બટ્ટૂ કે પછી કાલે ધન્નુપુર (અમૃતસર)..તમામ સ્થળે પરિવારોએ એક જ વાત કહી કે તેમના દીકરાઓને નશો બીજે ક્યાંયથી નહીં, પરંતુ ગામથી જ ખરીદ્યો હતો.