અનગઢ ગામ માં આવેલ મહોણી માતા ના મંદિરે 22 મો મહાભંડારો રાખવામાં આવ્યો

આજ રોજ અનગઢ ગામ માં આવેલ મહોણી માતા ના મંદિરે 22 મો મહાભંડારો રાખવામાં આવ્યો
વડોદરા જીલ્લા ના અનગઢ ગામ માં મહીસાગર નદી ના કિનારે આવેલ મહોણી માતા ના મંદિરે ભંડારો તેમજ માતાજી ના લીલુડા માંડવા નું આયોજન કરવામાં આવ્યું,
ચૈત્ર નવરાત્રી માં માતાજી ના જવારા ની પણ સ્થાપના કરવામાં આવી હતી,
મહોણી માતાજી ના મહા ભંડારા, લીલુડા માંડવા અને જવારા માં મોટી સંખ્યામાં આજુ બાજુ ના ગામ ના ભક્તો જોડાયા હતા,
આ મહાભંડારો અને લીલુડા માંડવા નું આયોજન કાર્યકર્તા એવા લાલભાઇ ગોહિલ, રાજુભાઈ- સરપંચ , નીતિનભાઈ-સરપંચ અને
જય શ્રી મહોણી માતાજી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ,
મહોણી માતાજી ના લીલુડા માંડવા માં ગાયક પ્રવીણભાઈ લુની તથા ભુવાજી બળવંતસિંહ દરબાર ઉપસ્થિત રહ્યા હતા,
વધુ માં મહોણી માતાજી ના મંદિરે અનેક શ્રધ્ધાળુ પગપાળા ચાલીને રવિવારે અને મંગળવારે દર્શન કરવા આવે છે,
મહોણી માતા જી નું નામ હત્યા
શ્રધ્ધાળુ ના મન ની માનતા પૂર્ણ કરે છે મહોણી માતા
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)