ગુજરાત

અમદાવાદ અગનભઠ્ઠીમાં ફેરવાયું, ૫ વર્ષ બાદ તાપમાન ૪૫ ડિગ્રીને પાર, લોકો રાતે પણ ઊંધી ન શક્યા અમદાવાદની સાથે ભાવનગરમાં પણ ગરમીએ પાછલા ચાર વર્ષના મે મહિનાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે

ગુજરાતમાં આ વખતે ઉનાળો તમામ રેકોર્ડ તોળી રહ્યો છે. ત્યારે રાજ્યના ૯ શહેરોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થયો હતો. રાજ્યમાં દિવસની સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાયા હતા. જેના કારણે ઠંડા પાણી, બરફ ગોળા, સોડા, ઠંડાપીણાની દુકાનો બહાર લાઈનો લાગી હતી. લોકો મોડી રાત સુધી રસ્તા પર ફરતા જાેવા મળ્યા હતા. જે લોકો રાતે રોજ ધાબા પર ઠંડી હવામાં સૂઇ જાય છે તેઓને પણ ગરમ પવનોનો અનુભવ થયો હતો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ ૨૪ કલાક અનેક શહેરમાં તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ પહોંચવાની શક્યતા છે.

તાપમાનનો પારો એટલો વધી ગયો છે કે, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરમાં તો બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પણ બંધ કરવાનો ર્નિણય કરાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી ૨૪ કલાક આ જ રીતે તાપમાન સહન કરવા તૈયાર રહેવું પડશે. અમદાવાદ સહિત કેટલાક શહેરમાં પારો ૪૪ ડિગ્રી સુધી જઈ શકે છે. તાપમાન વધવાનું કારણ પશ્ચિમ તરફથી ફૂંકાઈ રહેલા પવનો છે, અનુમાન પ્રમાણે બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ગરમીથી આંશિક રાહત અનુભવાશે. અનુમાન એવું પણ છે જાે બે દિવસમાં પવનની પેટર્ન નહીં બદલાય તો ગરમી લંબાશે અને વધારો પણ થઈ શકે છે. તબીબોએ પણ ગરમીના સમયમાં કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. અમદાવાદમાં પાંચ વર્ષ બાદ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ.જાેકે, બપોરના સમયે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૭ ડિગ્રીથી વધારે નોંધાયો હતો. આ ગરમીના કારણે બીમાર પડનારાની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે.

અમદાવાદની સાથે ભાવનગરમાં પણ ગરમીએ પાછલા ચાર વર્ષના મે મહિનાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ વખતની મહત્તમ ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હજુ આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમી રહેશે તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ભાવનગરમાં આજે મહત્તમ તાપમાનનો પારો ૪૪.૫ ડિગ્રીને પાર થયો હતો. સિઝનના સૌથી ઉંચા તાપમાનના કારણે માણસોની સાથે પશુ પક્ષીઓની હાલત દયનીય બની ગઈ હતી. ભાવનગરમાં બુધવારની ગરમીએ પાછલા ચાર વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button