ધો.૧૨ સાયન્સનું પરિણામ ઃ અમદાવાદ રુરલમાં ૧૫ સ્ટુડન્ટનો એ-૧ ગ્રેડ જ્યારે શહેરમાં ૧૨ સાયન્સમાં ફક્ત ૫ વિદ્યાર્થી ટોપ ગ્રેડમાં!
આજે ધોરણ ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. બે વર્ષ બાદ લેવાયેલી બોર્ડની પરીક્ષામાં આ વર્ષે રાજ્યનું ૭૨ ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે શહેરી વિસ્તારનું ૭૦.૮૦ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે રૂરલનું ૭૫.૩૮ ટકા પરિણામ આવ્યું છે. આમ શહેરની તુલનામાં ગ્રામિણ વિસ્તારની સ્કૂલોના વિદ્યાર્થીઓએ વધુ પરિણામ મેળવ્યું છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છ૧ ગ્રેડ મેળવવામાં અમદાવાદ શહેર કરતા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. રૂરલ વિસ્તારની સ્કૂલોમાંથી ૧૫ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે શહેરી વિસ્તારની સ્કૂલોમાંથી માત્ર ૫ વિદ્યાર્થીઓને છ૧ ગ્રેડ મળ્યો છે. જ્યારે છ૨ ગ્રેડમાં શહેરી વિસ્તારના ૧૯૯ અને રૂરલ વિસ્તારના ૧૫૬ વિદ્યાર્થીઓ છે.
અમદાવાદ શહેરી અને રૂરલ બંને વિસ્તારમાં ધોળકા સેન્ટરનું સૌથી વધુ ૮૪.૪૧ ટકા પરિણામ આવ્યું છે. શહેરી વિસ્તારના સેન્ટરની વાત કરીએ તો નવા નરોડા સેન્ટરની સ્કૂલોનું સૌથી વધુ ૭૯.૭૬ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું બાપુનગર સેન્ટરનું ૫૯.૪૯ ટકા પરિણામ આવ્યું છે. ઉપરાંત નારણપુરા સેન્ટરનું ૭૯.૬૧ ટકા, એલિસબ્રિજ સેન્ટરનું ૭૮.૪૫ ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી અપાશે આ વર્ષે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી ખૂબ જ ટુંકા ગાળામાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી કુલ ૧૧,૮૯૫ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પરિણામ આવવાની રાહ જાેઇ રહ્યા હતા. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જાેવા મળી રહી છે. હાલ ફક્ત પરિણામ જ જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી મોકલવામાં આવશે.