Uncategorized

અંડરવર્લ્‌ડ સાથે જાેડાયેલા ૨ લોકોની ધરપકડ

નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીએ અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમના બે ઓપરેટિવની ધરપકડ કરી છે. આ બંને લોકોની એનઆઇએ દ્વારા ગઈકાલે રાત્રે મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને સાગરિતો દાઉદની ડી કંપનીના ગેરકાયદેસર ધંધા પર નજર રાખતા હતા અને આતંકવાદી ગતિવિધિઓને ફાઇનાન્સ પણ કરતા હતા. આ બંને ગુનેગારોને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એનઆઇએએ અંડરવર્લ્‌ડ સાથે જાેડાયેલા લોકોની ૩ દિવસ સુધી પૂછપરછ કરી રહી હતી. એનનઆઇએએ આવા ૨૧ લોકોની પૂછપરછ કરી હતી, જે બાદ દાઉદના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર સકંજાે કસતા એનઆઈએ ૪ દિવસ પહેલા ૨૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ ૨૦ સ્થળો દાઉદના શાર્પ શૂટર્સ, સ્મગલર્સ, ડી કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે જાેડાયેલા હતા. આ ઉપરાંત હવાલા ઓપરેટરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ બાદ મહત્વપૂર્ણ સુરાગ મળ્યા બાદ એનઆઇએ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આદેશ બાદ એનઆઇએએ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો અને ત્યાર બાદ તપાસ શરૂ કરી. હવે દરોડા બાદ ૨ની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહમંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડાયેલા મામલાની તપાસ દ્ગૈંછને સોંપી હતી. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દાઉદ સાથે સંબંધિત કેસોની તપાસ કરી રહ્યું હતું. નેશનલ ઇન્વેટીંગેશન એજન્સી આતંક સંબંધિત કેસોની તપાસ કરે છે અને આવા કેસ માટે દેશની સૌથી મોટી એજન્સી છે.ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ??ફંડિંગ, નાર્કો ટેરર, નકલી કરન્સી અને ડ્રગ્સની દાણચોરીનો વ્યવસાય કરીને દેશમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આટલું જ નહીં દાઉદ અને તેની કંપની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરી રહી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button