Uncategorized

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર પહોંચે પહેલાં મૃતદેહની કરાઇ અંતિમવિધિ

સુરતની નવી સિવિલ હોસ્પિટલની અને સિવિલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે, સિવિલના સ્ટાફ દ્વારા ૨ અજાણ્યા મૃતદેહની ઓળખમાં ગડબડ કરવામાં આવી, અને જાણે આટલું ઓછુ હોય એમ દર્દીના મૃત્યું બાદ દર્દીનો પરિવાર પહોંચે તે પહેલા જ તે મૃતદેહની અંતિમવિધિ કરી દેવામાં આવી, આમ પરિવારની હાજરી વિના અંતિમવિધી કરી દેતા મૃતકના પરિવારજનોને ધકકો લાગ્યો હતો, અને મુંબઈથી આવેલા પરિવારમાં તંત્ર સામે ખૂબ જ આક્રોશ હતો

ભટાર આંબેડકર નગર પાસેથી ૫૦ વર્ષીય આધેડ બીમાર હાલતમાં મળતા તેમને સિવિલ ખસેડાતા ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. મૃતકના ફોનમાંથી મળેલા નંબરના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કરી ફોટો મોકલતાં મૃતક મુંબઈના રહેવાસી અને સુરતમાં રખડતું જીવન વ્યતિત કરતા જીગર ચંદ્રશેખર પારેખ હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે તેમના ભાઈને મૃતદેહ સોંપવા બુધવારે બોલાવ્યા હતા.

બીજી તરફ જીગરભાઈના ભાઈ સાંજે સિવિલ પહોંચ્યા તો જીગરભાઈનો મૃતદેહ મળ્યો ન હતો. તપાસ કરતા ભૂલમાં જીગરભાઈના મૃતદેહની એક સંસ્થાએ અંતિમવિધિ કરી હોવાનું સામે આવ્યું હતું. આખરે મુંબઈથી આવેલા પરિવારને અંતિમ વિધિ વગર જ પરત ફરવું પડ્યું હતું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button