ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો

ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રીએ ક્રિકેટ પર હાથ અજમાવ્યો છે.સુરત ખાતે મેયર્સ કપમાં મુખ્યમંત્રી ક્રિકેટ રમ્યા હતા.બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા.ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપમાં ઝ્રસ્ હાજર રહ્યા હતા.૮ મનપાના મેયર અને કમિશ્નરની ટીમોએ ભાગ લીધો હતો.મુખ્યમંત્રીએ તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન મુખ્યમંત્રીએ વિપુલ નારીગરા સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો. તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જાેઈને જ કહ્યુ હતુ કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જાેઈએ છે. તેમની ઈચ્છાને જાેઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યમંત્રીને બેટ ગિફ્ટ કર્યુ હતુ.