એરફોર્સના ત્રણ અધિકારીઓને આજીવન કેદ ૨૭ વર્ષ જૂના રસોઈયાની કસ્ટોડિયલ ડેથ કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો સંભળાવ્યો સીબીઆઈએ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ કેસ નોંધ્યો હતો
ફેબ્રુઆરી ૨૦૨૨ માં, સીબીઆઇ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો, પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિનું મૃત્યુ ત્રાસને કારણે થયું છે. ૨૭ વર્ષ પહેલા એક સાથીદારની હત્યામાં ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને દોષી જાહેર કર્યા બાદ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગરમાં ડિફેન્સ વિંગમાં રસોઈયાની ૨૭ વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કોર્ટે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી છે.
અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગિરિજા રાવત હત્યા કેસમાં અનૂપ સૂદ (તે સમયે ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર), અનિલ કેએન અને મહેન્દ્ર સિંહ શેરાવત (બંને તે સમયના સાર્જન્ટ, ભારતીય વાયુસેના)ને દોષિત ઠેરવ્યા હતા. ગિરિજા રાવત તે સમયે જામનગરની એરફોર્સ-૧માં રસોઈયા તરીકે કામ કરતા હતા.
ગીરીજા રાવત એરફોર્સ-૧, જામનગરમાં લગભગ ૧૫ વર્ષથી રસોઈયા હતા અને એરફોર્સ-૧, જામનગરના મેસમાં કામ કરતા હતા. એવો આરોપ હતો કે ૧૩ નવેમ્બર ૧૯૯૫ના રોજ તત્કાલિન સ્ક્વોડ્રન લીડર અનૂપ સૂદ સહિત એરફોર્સના કેટલાક અધિકારીઓએ ગિરજા રાવતના નિવાસસ્થાનની તલાશી લીધી હતી અને એરફોર્સની કેન્ટીનમાંથી દારૂની ચોરીની કબૂલાત કરવા માટે તેમને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા.
આ પછી, ગિરિજા રાવતની પત્ની ગાર્ડ રૂમમાં પહોંચી અને અધિકારીઓને તેના પતિને મુક્ત કરવા વિનંતી કરી. તે સમયે ગિરિજા રાવતની પત્નીને કહેવામાં આવ્યું હતું કે તેના પતિને જલ્દી મુક્ત કરવામાં આવશે, પરંતુ તેને છોડવામાં આવ્યો ન હતો. ગિરિજાની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો હતો કે તેનું મોત થયું છે. બીજા દિવસે ૧૪ નવેમ્બરે તેને તેના પતિના મૃત્યુની માહિતી મળી.બીજી તરફ ગુજરાત પોલીસ પાસેથી તપાસ સંભાળ્યા બાદ સીબીઆઈએ સઘન તપાસ બાદ ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તે જ સમયે, ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું હતું.