ભારત

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ શિવલિંગ મળવાની જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે, કોર્ટે મોટા આદેશ આપ્યા

હિન્દુ પક્ષનો મોટો દાવો- ‘જેમની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા, તે બાબા મળી ગયા, મુસ્લિમ પક્ષે કહ્યું કે એવું કઈ નથી. અમે તમામ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું વારાણસી કોર્ટે જિલ્લા અધિકારીને આદેશ આપતા કહ્યું કે, જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તે જગ્યાને તાત્કાલિક સીલ કરી દેવામા આવે અને ત્યાં કોઈ વ્યક્તિને જવા દેવા નહીં. તેની જવાબદારી જિલ્લા પ્રશાસન અને સીઆરપીએફને સોંપવામાં આવી છે. કોર્ટે અધિકારીઓને વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરવા કહ્યું છે. પોતાના આદેશમાં વારાણસી કોર્ટે કહ્યું કે, જિલ્લા અધિકારી, પોલીસ કમિશ્નર અને સીઆરપીએફ કમાંડેંટને આદેશ આપવામાં ઓ છે કેે, જે સ્થાન પર સીલ કરવામાં આવે તે જગ્યાને સુરક્ષિત અને સંરક્ષિત કરવામાં પૂર્ણપણે વ્યક્તિગત જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે તો ખતમ થઈ ગયો છે. પણ દાવો કર્યો તેના પર ભારે ચર્ચા થઈ રહી છે. ત્રીજા અને અંતિમ દિવસે સર્વેનું કામ પુરુ કરતા જેવી ટીમ બહાર આવી કે, હિન્દુ પક્ષે શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરવા લાગ્યા હતા. હિન્દુ પક્ષના જણાવ્યા અનુસાર, જેવું અંદરથી પાણી નિકળ્યું કે લોકો ઝૂમવા લાગ્યા હતા. કારણ કે ત્યાં ૧૨.૮ ફૂટ વ્યાસનું શિવલિંગ હતું.

હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે દાવો કર્યો છે કે, પાણી હટતા જ શિવલિંગ પ્રગટ થઈને સામે આવ્યું છે. દાવો છે કે, નંદીની મૂર્તિની ઠીક સામે શિવલિંગનો વ્યાસ ૧૨ ફૂટ ૮ ઈંચ છે. તેની ઉંડાઈ ખૂબ વધારે છે. તો વળી હિન્દુ પક્ષકાર સોહનલાલ આર્યે કહ્યું કે, આજે બાબા મળ્યા, કલ્પનાથી પણ વધારે પુરાવા મળ્યા છે.

જ્ઞાનવાપી મસ્જિદ સરવેમાં શિવલિંગ મળી કે નહીં, તેને લઈને હવે અલગ અલગ દાવા સામે આવી રહ્યા છે. હાલનો દાવો મુસ્લિમ પક્ષ તરફથી કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે સરવેમાં કોઈ શિવલિંગ મળ્યું નથી. આ અગાઉ છેલ્લા દિવસનો સરવે પૂર્ણ થયી બાદ હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદમાં ઉપસ્થિત તળાવ રૂપી કૂવામાં શિવલિંગ મળ્યું છે. ત્યારબાદ ત્યાં ‘હર હર મહાદેવ’ના નારા પણ લાગ્યા હતા. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે, અંદર સરવે દરમિયાન શિવલિંગ મળ્યું છે.વિષ્ણુ જૈને આગળ કહ્યું કે, હવે તેઓ શિવલિંગનું પ્રોટેક્શન લેવા માટે કોર્ટ જઈ રહ્યા છે. તો હિન્દુ પક્ષ તરફથી સોહનલાલે કહ્યું કે મસ્જિદમાં બાબા મળી ગયા. એ જ બાબા જેમની નંદી પ્રતિક્ષા કરી રહ્યા હતા. સોહનલાલે મીડિયા સામે આગળ કહ્યું કે, જેવું જ મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યું, ત્યાં હર હર મહાદેવના નારા લાગવા લાગ્યા. લોકો ખુશીથી નાચવા લાગ્યા. સોહનલાલે એમ પણ કહ્યું કે, હવે પશ્ચિમી દીવાલ પાસે જે કાટમાળ છે તેની તપાસની માંગણી કરવામાં આવશે. તો કૂવાવાળી વાત પૂછવામાં આવતા હિન્દુ પક્ષ તરફથી જ મોહન યાદવે કહ્યું કે જ્ઞાનવાપીમાં વજુખાના કે તળાવમાં ૧૨ ફૂટ ૮ ઇંચ વ્યાસની શિવલિંગ મળી છે, જે (તળાવ) અંદર ખૂબ ઊંડો હોય શકે છે. કહેવામાં આવ્યું કે, આ શિવલિંગનું મોઢું નંદી તરફ છે અને વજુખાનાનું આખું પાણી કાઢીને તેને જાેવામાં આવ્યું હતું. આ અગાઉ સરવેની ટીમ જ્યારે જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહી હતી, ત્યારે ટીમના સભ્ય આર.પી. સિંહને રોકી લેવામાં આવ્યા હતા. તેમને આજે ત્રીજા દિવસના સરવેમાં સામેલ થવા દેવામાં આવ્યા નથી. આર.પી. સિંહ પર જાણકારી લીક કરવાનો તેમજ સરવેની વાતોને બહાર બતાવવાનો આરોપ લાગ્યો છે.

રિપોર્ટ્‌સ મુજબ, આજે સરવે ટીમ નંદી સામે બનેલા તળાવ રૂપી કૂવા તરફ ગઈ છે. આ અગાઉ રવિવારે થયેલા સરવેમાં પક્ષમી દીવાલ, નમાજ સ્થળ, વજુ સ્થળ સિવાય તહખાનામાં પણ સરવે કરવામાં આવ્યું હતું. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટે ૧૨ મેના રોજ મોટો ર્નિણય સંભળાવ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સર્વે માટે નિમણૂક કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાની ના પાડી હતી. જાેકે કોર્ટે કમિશનર અજય મિશ્રા સિવાય વિશાલ કુમાર સિંહને પણ કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી દેવામાં આવી હતી.

અત્રે જણાવવાનું કે સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સરવેની ટીમ નંદી સામે બનેલા કૂવા તરફ આગળ વધી હતી. વોટર રેસિસ્ટન્ટ કેમેરા કૂવામાં નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આ અગાઉ રવિવારે થયેલા સરવેમાં પક્ષમી દીવાલ, નમાઝ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોયરાનો પણ સરવે કરવામાં આવ્યો હતો. સોહનલાલે મસ્જિદના પશ્ચિમી ભાગની પણ તપાસ કરાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આ ભાગની પણ તપાસ થવી જાેઈએ. ત્યાં શ્રૃંગાર ગૌરીની અન્ય પ્રતિમાઓ મળી આવશે.બીજી બાજુ જ્ઞાનવાપી મસ્જિદ સરવે મામલે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે સુનાવણી હાથ ધરાશે.

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button