Uncategorized

રજિસ્ટ્રેશન વિના ગુજરાતીઓ ચારધામ યાત્રા પહોચ્યા, ઋષિકેશમાં અટકાવી દેવાયા

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની મોટી ભીડ લાગી છે. ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે આવરશે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. માત્ર નોંધાયેલા તીર્થયાત્રીઓને જ ચારધામ યાત્રા માટે મંજૂરી આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અનેક ગુજરાતી યાત્રીઓ વિના નોંધણીએ ગયા હતા. અને હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.નોંધણી વિના ગયેલા ગુજરાતીઓને અટકાવી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઋષિકેશમાં આ યાત્રાળુઓને અટકાવી દેવામાં આવ્યા છે. આગામી ૧૦જુન સુધી ચારધામ યાત્રાનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. તો આવા સંજાેગો માં આ યાત્રાળુઓ ને વિના દર્શને પાછા ફરવાનો વારો આવી શકે છે. જાે કે એક અધિકારીએ કહ્યું કે માહિતીના અભાવને કારણે, જેઓ નોંધણી વગર આવ્યા છે તેમની નોંધણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અત્રે નોધનીય છે કે, દેહરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ આર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, “આ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓની સંખ્યા મંદિરો માટે નિર્ધારિત સંખ્યા કરતાં વધી ન જાય.” નોંધણી અને મુસાફરી કાર્ડ દર્શાવ્યા વિના આગળની હિલચાલની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ટ્રાવેલ કાર્ડમાં મંદિરમાં જવાની તારીખ અને સમયનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જે તારીખોમાં નિયત મર્યાદા સુધી નોંધણી કરવામાં આવી છે, તે તારીખો પર વધુ નોંધણી થઈ શકશે નહીં. અધિકારીએ કહ્યું કે મુલાકાતીઓને આગામી ઉપલબ્ધ તારીખો પર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નોંધણી સમયે, ભક્તોએ ઉપલબ્ધતાની તપાસ કર્યા પછી જ મંદિરોની મુલાકાત લેવાનું પોતાનું શેડ્યૂલ બનાવવું જાેઈએ.

છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે અવરોધાયેલી ચારધામ યાત્રામાં આ વખતે ભક્તોની ભારે ભીડ છે. શનિવાર સુધીમાં ૪,૬૩,૮૩૦ ભક્તોએ મંદિરોના દર્શન કર્યા છે. ચારધામ યાત્રા ૩ મેના રોજ અક્ષય તૃતીયાના તહેવાર પર ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી. કેદારનાથના દરવાજા ૬ મેના રોજ ખોલવામાં આવ્યા હતા જ્યારે બદ્રીનાથના દરવાજા ૮ મેના રોજ ખોલવામાં આવ્યા હતા.

ભક્તોની વધતી જતી સંખ્યાને જાેતા રાજ્ય સરકારે ચાર ધામોમાં દરરોજ દર્શનાર્થીઓની સંખ્યા નક્કી કરી છે. બદ્રીનાથ દર્શન માટે દરરોજ ૧૬૦૦૦, કેદારનાથ માટે ૧૩૦૦૦, ગંગોત્રી માટે ૮૦૦૦ અને યમુનોત્રી માટે ૫૦૦૦ ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button