જીવનશૈલી

ઉતરીય રાજયો અગનભઠ્ઠી-રેકોર્ડતોડ તાપમાનઃ કેરળમાં અતિભારે વરસાદ; આસામમાં પુર પ્રકોપ

કાળઝાળ ઉનાળા વચ્ચે દેશના જુદા-જુદા ભાગોમાં અલગ-અલગ વાતાવરણ સર્જાયુ છે. દિલ્હીમાં પ્રથમ વખત તાપમાનનો પારો ૪૯ ડીગ્રીએ પહોંચવા સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં ગરમીનો કાળો કેર યથાવત છે ત્યારે ચોમાસાનું આગમન વ્હેલુ થઈ જવાની આગાહી વચ્ચે કેરળમાં ભારે વરસાદ વચ્ચે પુરપ્રકોપ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા રેડએલર્ટની ઘોષણા કરવામાં આવી છે.

પાટનગર દિલ્હીમાં રેકોર્ડતોડ તાપમાન નોંધાયુ હતું. મંગેશપુર તથા નજકગઢમાં પારો ૪૯ ડીગ્રીને વટાવી ગયો હતો. દિલ્હીમાં આટલુ ઉંચુ તાપમાન પ્રથમવાર નોંધાયુ છે જેને પગલે લોકો રીતસર અકળાઈ ગયા હતા. સમગ્ર દેશમાં સૌથી ઉંચુ તાપમાન હતું અને ભુતકાળમાં કયારેય આ સ્તરે પહોંચ્યુ નથી. ગુડગાંવમાં ૫૬ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. જયાં તાપમાનનો પારો ૪૮.૧ ડીગ્રી પર પહોંચ્યો હતો. ફરીદાબાદમાં ૪૭.૧ ડીગ્રી તથા ગાઝીયાબાદ-નોઈડામાં ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન હતું.

દિલ્હી ઉપરાંત પંજાબ-હરિયાણા તથા રાજસ્થાન પણ અગનભઠી બન્યા હતા. રાજસ્થાનમાં અર્ધોડઝન શહેરોમાં પારો ૪૮ ડીગ્રી થયો હતો જયારે હરિયાણાના ગુરૂગ્રામમાં ૪૮.૧ ટકા નોંધાયો હતો. પંજાબના મુક્તસરમાં ૪૭.૪ ડીગ્રી, હરિયાણાના હિસ્સારમાં ૪૭.૩ ડીગ્રી, સિરસામાં ૪૭.૨ ડીગ્રી, રોહતકમાં ૪૬.૭ ડીગ્રી તથા ભીવાનીમાં ૪૬ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. ભટીંડામાં ૪૬.૮ તથા અમૃતસરમાં ૪૬.૧ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે કાળઝાળ ગરમીમાંથી એકાદ દિવસમાં આંશિક રાહત મળી શકશે. પંજાબ-હરીયાણા ઉપર ચક્રાવાતી પવનની સીસ્ટમ ઉભી થઈ છે જે પ્રિ-મોન્સુન એકટીવીટી શરુ થવાના સંકેત આપે છે. આ સીસ્ટમના પ્રભાવ હેઠળ ધૂળની આંધી ફુંકાવાની શકયતા છે. હળવો વરસાદ પણ થઈ શકે છે. જાે કે દિલ્હી, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર જારી રહી શકે છે.

ઉતરીય રાજયોમાં ભીષણ ગરમી સામે કેરળમાં અતિભારે વરસાદની આગાહીને પ્રિ-મોન્સુન વરસાદ વરસી રહ્યો છે. આજે અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાથી પાંચ જીલ્લાઓમાં રેડએલર્ટ જાહેર કરાયુ છે. નૈઋત્ય ચોમાસાના આંદામાનના દરિયામાં પ્રવેશ સાથે પ્રિમોન્સુન એકટીવીટી વધવાની ચેતવણી આપવામાં આવી છે.

અંતરિયાળ કર્ણાટકમાં સાયકલોનિક સરકયુલેશનનો પ્રભાવ છે અને તેને કારણે અરબી સમુદ્રમાંથી નીચલા સ્તરના મજબૂત પશ્ચિમી પવનો ફુંકાતા હોવાથી વરસાદનું જાેર વધી શકે છે. ગમે તેવી હાલતનો સામનો કરવા માટે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય આસામમાં પણ સાત જીલ્લા પુર પ્રભાવિત છે અને ૫૭૦૦૦ લોકો ફસાયા છે. જમીન-પાકનું ધોવાણ થયુ છે. ૩ લોકોના મોત થયા છે. ૨૦૨ મકાનોને નુકશાન થયું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button