મનોરંજન
મોટી રકમ મળશે તો જ હેરાફેરીની સિક્વલ ફિલ્મ કરીશઃ પરેશ રાવલ

હાલમાં જ ઓટીટી પર ઋષિ કપૂર અભિનીત છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનમાં ઋષિ કપૂરની ભૂમિકા ભજવનાર અભિનેતા પરેશ રાવલ આ દિવસોમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં, પ્રિયદર્શન નિર્દેશિત ફિલ્મ હેરા ફેરીના ત્રીજા ભાગ વિશે વાત કરતી વખતે, તેણે કહ્યું કે સાચું કહું તો, હવે મને આ પાત્ર વિશે કોઈ ઉત્સાહ નથી.
જાે હું ફરી એ જ ધોતી પહેરીને, ચશ્મા પહેરીને ચાલીશ, તો હું તેના માટે તગડી રકમ લઈશ. મને પૈસા સિવાય તે કરવામાં આનંદ ન આવે. સ્વાભાવિક છે કે, જાે આપણે હેરાફેરીની સિક્વલ સાથે પુનરાગમન કરીએ તો તેની વાર્તા પણ સારી હોવી જાેઈએ. જૂના ઘસાઈ ગયેલા જાેક્સ કામ નહીં કરે.