વડોદરાના એન.એચ.8 નજીક હથિયાર સાથે બે શકમંદ દેખાતા પોલીસ ટીમ એલર્ટ

વડોદરાના એન.એચ.8 નજીક હથિયાર સાથે બે શકમંદ દેખાતા પોલીસ ટીમ એલર્ટ
મકરપુરા એરફોર્સ નજીકના હાઇવે પાસે દેખાય શકમંદ
મકરપુરા એરફોર્સમાં મિસાઈલ બનાવવાની થયા છે કામગીરી,
તેમજ આર્મી જવાનોના રહેણાંક મકાનો આવેલા છે
આંતકવાદી હોવાની આશકા વ્યક્ત કરાઈ ?
શકમંદોને શોધી કાઢવા પોલીસ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
શકમંદોને જોનારની પૂછપરછ હાથધરાઈ
શહેર નજીક નેશનલ હાઈવે નંબર 8 પર એરફોર્સ પાસે આજે બે યુવકો શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ફરતા હોવાની હોવાની જાણ થતા પોલીસ બેડામાં શંકાસ્પદ વ્યક્તિઓને શોધવા માટે દોડધામ મચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મકરપુરા પોલીસને આજે એવી માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા મકરપુરા એરફોર્સ પાસે બે યુવાનો વજનદાર થેલો લઈને અંતરિયાળ વિસ્તારમાં ઘુસ્યા છે.
તાજેતરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશમાં હજુ પણ આતંકવાદી હુમલા થઈ શકે છે. તેવી આઇબી દ્વારા શંકા વ્યક્ત કરાઇ હોય અને એરફોસ પાસે આર્મી જવાનોના પરિવારો મોટી સંખ્યામાં રહેતા હોય પોલીસ આ સંદેશાને પગલે ચોંકી ઊઠયું હતું.
આ માહિતીના પગલે મકરપુરા પોલીસનો કાફલો હાઇવે પર ઉતરી પડયો હતો. પોલીસે બાતમી મુજબના એરફોર્સ પાસેના અંતરિયાળ અને જાડીવાળા વિસ્તારમાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં પોલીસે હાઇવે પર તમામ ટુ-વ્હીલરો અને ફોર વ્હીલરો આંતરીને વાહનોમાં ચેકિંગ કર્યું હતું અને વાહનચાલકોની પણ તપાસ કરી તેઓના નામ સરનામા નોંધ્યા હતા.
આ બનાવ અંગે ડીસીપી સંજય ખરાદે જણાવ્યું હતું કે આઇબીના કે અન્ય કોઈ એજન્સીના અમને ઈનપુટ્સ મળ્યા નથી પરંતુ પોલીસ તંત્ર દ્વારા રાબેતા મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ આ વિસ્તારમાંથી મળી આવી નથી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)