Uncategorized

રાજકોટ દૂધ સંઘ દૂધ મંડળીઓને ૧૦ રૂપિયાનો વધારો આપશે

રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે. ડેરીએ દૂધમાં પ્રતિકિલો ફેટે શ્૧૦નો વધારો કર્યો છે. ૨૧ મેથી દૂધ મંડળીઓને કિલો ફેટના શ્૭૨૦ ચૂકવાશે. ૫૦ હજાર દૂધ ઉત્પાદકોને ભાવ વધારાથી ફાયદો થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે ૨૧મેથી દૂધ મંડળીઓને કિલોફેટે ૧૦ રૂપિયાનો ભાવવધારો આપશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે ૭૨૦ રૂપિયા ચૂકવવામાં આવશે. અગાઉ રાજકોટ ડેરીએ કિલોફેટે ૧૦ રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ ૭૧૦ હતો, જે હવે વધીને ૭૨૦ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ૫૦ હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે ૭૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં ૧૦ રૂપિયાનો વધારો કરતા હવે ૭૨૦ રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ ૬૬૦ રૂપિયા હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button