ભારત

કેદારનાથ ધામમાં ભોજન,પાણી અને રહેવાના ભાવ આસમાને પહોંચ્યા પરોઠા ૧૫૦ રૂપિયા અને પાણી બોટલ ૫૦માં મળી રહી છે

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં પહાડો પર ઉમટી પડયા છે.લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી રહ્યાં છે.માનવામાં આવી રહ્યું છે કે આ વખતે શ્રધ્ધાળુઓની સંખ્યા તમામ રેકોર્ડ તોડી શકે છે તેનો ફાયદો સ્થાનિક નાના મોટા વેપારીઓ ખુબ ઉઠાવી રહ્યાં છે.ચારધામ યાત્રા પર જઇ રહેલ તીર્થયાત્રીઓને સ્થાનીક હોટલ વ્યવસાયી અને દુકાનદારો વધારે ભાવે સામગ્રી વેચી રહ્યાં છે.કેદારનાથ ધામમાં ભોજન,પીવાનું પાણી અને રહેવાના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે.

શ્રધ્ધાળુઓનું કહેવુ છે કે પાણીની બોટલ ૫૦ રૂપિયામાં વેચવામાં આવી છે જયારે મેગી અને પરાઠા ૧૫૦ રૂપપિયામાં વેચાઇ રહ્યાં છે ચ્હા ૨૦થી ૨૫ રૂપિયામાં વેચાઇ રહી છે કોઇ પણ દુકાનદારે ભાવનું લિસ્ટ બનાવ્યું નથી અને પોતાની મનમરજીથી સામગ્રી વેચી રહ્યાં છે જેના કારણે શ્રધ્ધાળુઓ પણ પરેશાન છે કારણ કે તેઓને વધારે ભાવ આપી સામગ્રી ખરીદવી પડી રહી છે.શ્રધ્ધાળુઓ તરફથી કરવામાં આવેલી ફરિયાદો બાદ પ્રશાસને કડક વલણ અપનાવતા વેપારીઓને કડક સુચના આપવામાં આવી છે અને વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.

વેપારીઓ મહામારી દરમિયાન બે વર્ષ બાદ યાત્રામાં ભારે સંખ્યામાં તીર્થયાત્રી પહોંચી રહ્યાં છે તેને ધ્યાનમાં લઇ દુકાનદારો ખાવા પીવાના અને રહેવાના ભાવ વધારી લઇ રહ્યાં છે જાે કે ફરિયાદ મળ્યા તોલ માપ વિભાગ તરફથી વધારે ભાવ લેનારા ૪૪ વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો છે.તોલ માપ વિભાગે શ્રીનગરથી સોનપ્રયાગ અને રામબાડા સુધી તપાસ કરી હતી આ દરમિયાન અનેક વેપારી વધારે ભાવ લેતા પકડાયા હતાં

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button