Uncategorized

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનીયરિંગના સ્થાપના દિવસના સમારંભ સમર્પણ માં ઉપસ્થિત રહ્યાં

ત્રણ દિવસ ચાલેલી આ ઉજવણીમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફના સભ્યો તથા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ

 

લીધો

 

અમદાવાદ, 20 જૂન, 2022: ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એલ. ડી. કૉલેજ ઑક એન્જિનીયરિંગ તેના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલી (હીરક મહોત્સવ)ની ઉજવણી કરી રહી છે. આ ઉજવણી દરમિયાન સોમવારના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. એલડીસીઈના સ્થાપના દિવસ સમારોહ સમર્પણમાં ગુજરાત સરકારના શિક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી તથા ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ બાબતોના માનનીય રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને સમારંભને શોભાવ્યો હતો.

 

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા સમારંભ દરમિયાન આ ભવ્ય સંસ્થાની શતાબ્દી યોજનાનું અનાવરણ કર્યુ હતું.

 

એન્જિનીયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી વર્ષ 1948માં એલડીસીઈની સ્થાપના

 

થઈ હતી, ત્યારથી તેણે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ગુજરાત

 

સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા તેનું સંચાલન થાય છે.

 

સ્થાપના દિવસના કાર્યક્રમોના ક્રમમાં આ સંસ્થાની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ અને વિવિધ પહેલમાં સંસ્થાના 1,200 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં

 

આ ત્રણ દિવસીય ઉજવણીની પ્રારંભ રવિવારના રોજ થયો હતો. આ દિવસે સંસ્થાના તમામ સભ્યોએ મોર્નિંગ વૉક કર્યું હતું. જેના પછી ખ્યાતનામ ફિટનેસ એક્સપર્ટ સુશ્રી સપના વ્યાસના નેતૃત્વમાં ગ્રૂપ એક્સર્સાઇઝના માર્ગદર્શિત સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ 1,200 સભ્યોએ કૉલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો જાણે સંસ્થા સાથે જોડાયેલી સ્મૃતિઓમાં ખોવાઈ ગયાં હતાં.

 

ત્રીજા દિવસે આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે આ ઉજવણીનું સમાપન થશે. આ દિવસે સવારે વહેલા ફેકલ્ટીના સભ્યો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ એક યોગસત્રનું આયોજન કરવામાં આવશે. જેના પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સફર – એ જી ટુ સક્સેસ નામના એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button