ગુજરાત

વડોદરા તાલુકા અને જિલ્લા ના કોટણા ગામમાં શાળાપ્રવેશ મોહત્સવ ની ઉજવણી કરવામાં આવી.

વડોદરા તાલુકા અને જિલ્લા ના કોટણા ગામમાં શાળાપ્રવેશ મોહત્સવ ની ઉજવણી કરવામાં આવી.


આજ રોજ વડોદરા તાલુકા અને જિલ્લા ના કોટણા ગામમાં આઝાદી કા અમૃત મોહત્સવ દ્વારા પ્રાથમિક શાળામાં “”શાળાપ્રવેશ મોહત્સવ “”ની ઉજવણી શાળાના આચાર્યશ્રી શાળાના આચાર્યશ્રી વર્ષાબેન અને શિક્ષક ગણ દ્વારા કરવામાં આવી હતી અને જેમાં મુખ્ય તાલુકા સદયસ, જિલ્લા સદસ્ય, ઉપસરપંચ, ગામના માજીસરપંચ તેમજ આગેવાનો વડીલો યુવાનો અને વાલીઓ યે હાજરી આપી હતી સાથે સાથે આંગણવાડી ના ભૂલકાઓ અને ધોરણ ૧ થી ધોરણ ૮ના બાળકો હાજાર રહ્યા હતા અને ગ્રામજનો તેમજ ગામના દાતા શ્રી ઓ આગેવાનો એ પોત પોતાની યથા શક્તિ પ્રમાણે બાળકો ને ને પ્રોત્સાહન મળે અને પહેલા ધોરણ માં પ્રવેસે અને તેઓના ઉત્સાહ માં વધારો થાય એ હેતુ થી બાળકો ને ઇનામ ભેટ સ્વરૂપે નું વિતરણ કરવામાં આવ્યું હતું અને વધુમાં આ કાર્યક્રમ માં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કોટણા પરિવાર તરફથી પણ ધોરણ ૮ ના બાળકો ને સ્કૂલ બેગ બોલપેન તેમજ પેહલા ધોરણ ના બાળકો ને પેન્સિલ,સંચો ફૂટપટ્ટી, રબ્બર જેવી કીટો તેમને બાલમંદિર આંગણવાડી ના ના બાળકો ને પેન્સિલ આપીને ઉજવણી કરી હતી સાથેજ વધુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સાથે શાળાના કુલ 400 બાળકોને દાતાશ્રી અજિતભાઈ ગોહિલ તરફથી પ્રીત ભોજન આપવામાં આવ્યું હતું.

 

આર્યનસિંહ ઝાલા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button