ચોકસી પીગ્મેન્ટ કંપની દ્રારા ખુલ્લેઆમ છોડાતું પ્રદુષણ યુક્ત કેમિકલ વાળું પાણી : શ્થાનિકોના આરોગ્ય ને ખતરો ??

પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તે સૌ કોઈ જાણે છે પણ શું ? ખરેખર પાંચમી જુનેજ આપણે પર્યાવરણનું જતન કરવું શું પાંચમી જૂને આપણે પર્યાવરણ પ્રેમી છે તે જતાવું અશુદ્ધ પર્યાવરણ માનવ જીવન સહિત જમીન તેમજ જમીનમાં રહેલા જીવજંતુને પણ નુકસાન પહોંચાડે છે ખરા અર્થમાં આપણે કોઈપણ વ્યવસાય કરીએ અને જો એ વ્યવસાયથી આપણે જાણી જોઈને ભૂગર્ભમાં રહેલા જીવજંતુને નુકસાન પહોંચાડીએ એ કેટલી હદે યોગ્ય છે ? અમદાવાદને વ્યવસાયરૂપી ધમધમતું રાખતું એટલે વટવા જીઆઇડીસી વટવા જીઆઇડીસીમાં અનેક ફેક્ટરીઓ ધમધમતી રહે છે અને લોકોને રોજગારી પણ પૂરી પાડે છે ? પણ અમુક કંપનીઓ જે પોતાના જોર પર તમામ નીતિ નિયમોને નેવે મૂકીને પોતાની મનમાની કરે છે એવી જ એક કંપની જે ચોકસી પીગમેન્ટ જે વટવા જીઆઇડીસી ફેસ ૨. 321 322 વટવા અમદાવાદ ખાતે આવેલી છે તે કંપની ના માલિકો દ્વારા પોતાનું કેમિકલ યુક્ત પાણી કંપનીના ગેટની બહાર બિન્દાસ નજરે પડેલ શું આ કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભમાં ઉતરે તો કેટલા જીવજંતુઓ નાશ પામે વટવા જીઆઇડીસી માં આવેલા આ ચોકસી પીગમેન્ટને GPCB.ના નિયમો લાગુ નથી પડતા કે પછી વટવા જીઆઇડીસી ના અધિકારીઓ આંખ આડા કાન કરે છે ? શું ચોક્સી પીગમેન્ટને કેમ છાવરવામાં આવી રહી છે ? ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો ચાલે છે પણ અમુક આવી ચોકસી પીગમેન્ટ જેવી કંપનીઓના માલિકો સુધારવાનું નામ લેશે ખરી તે જોવાનું રહ્યું ? કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ કંપની વિરુદ્ધ કેવા પગલાં ભરશે કે પછી આંખ આડા કાન કરશે