ગુજરાતભારતરાજકારણ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એકશનમાં આવ્યું છે, રાજ્યની 10 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એકશનમાં આવ્યું છે, રાજ્યની 10 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

 

ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકારણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલ્યો છે. આમઆદમીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્યની 10 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વિધાનસભાનીચૂંટણી પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવ્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણીએ પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બનશે. ભારતીય જનતા પાર્ટી પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે વિધાનસભા ચૂંટણી મામલે રોડ મેપ તૈયાર કરી લીધો છે. ગુજરાત ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપ રાજ્યના ચાર ઝોન પ્રમાણે ચૂંટણી પ્રચાર કરવાનું છે.તેમજ  ચારેય ઝોનની જવાબદારી અલગ અલગ પાંચ રાજ્યોને સોંપવામાં આવી છે.

ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પણ એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સાથે AAP પણ મેદાનમાં ઉતર્યું છે તો પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યાં આપે મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આપ એક્શન મોડમાં

 

  • વશરામ સાગઠીયા :- રાજકોટ ગ્રામ્ય બેઠક
  • રામ ધડુક :- સૂરત ( કામરેજ )
  • શિવલાલ બારસિયા :- રાજકોટ દક્ષિણ
  • સુધીર વાઘાણી : ગડિયાધાર
  • રાજેન્દ્ર સોલંકી :- બારડોલી
  • ઓમ પ્રકાશ તિવારી :- નવા નરોડા બેઠક
  • જગમાલ વાળા :- સોમનાથ બેઠક
  • અર્જુન રાઠવા :- છોટા ઉદેપુર
  • સાગર રબારી :- બેચરાજી બેઠક
  • ભેમા ભાઈ :- દિયોદર બેઠક

 

અરવિંદ કેજરીવાલે પોરબંદરના વેરાવળમાં સભા સંબોધી. તેમણે મફત વીજળી પછી બીજી મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રાજ્યના યુવાનોને રોજગારી મળશે. રાજ્યમાં 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે.

 

ઉપરાંત જ્યા સુધી રોજગાર નહીં મળે ત્યા સુધી 3000 રૂપિયાનું બેરોજગાર ભથ્થુ આપવામાં આવે છે. અમે દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાંચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાનો લક્ષ્ય છે. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં ગુજરાતમાં પેપરલીકનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવશે. પેપર ન ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી કાયદામાં જોગવાઈ હશે. તેમણે વધુમાં જણાવ્યું કે સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે. જે લાયક હશે તેને જ નોકરી આપવામાં આવશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button