કોયલી બાજવા માં ભારદારી વાહનો એ રોડ તોડ્યો ! કોયલી પાસે મેઘા ઇન્ફ્રાટ્રક્ચર ના પ્લાન્ટ થી રાહદારીઓ પરેશાન ! આગેવાનો ચૂપ કેમ?
વડોદરા ના કોયલી ખાતે રિફાઇનરી કંપની ના નવા પ્લાન્ટ ના વિસ્તૃતીકરણ માં કેટલીય નાની મોટી કંપનીઓ ને કામ મળ્યું છે, આ કંપનીઓ એ પોતાના સ્ટોર રૂમો, ગોડાઉનો, પાર્કિંગ, સીમેન્ટ રેતી ના બેચિંગ પ્લાન્ટ, RMC પ્લાન્ટ કોયલી ની આસપાસ ઉભા કરી દીધા છે,
જોકે આ પ્લાન્ટ કે બાંધકામ કરવા એક ચોક્કર પ્રક્રિયા હોય છે જે પ્રક્રિયા પુરી કરી છે કે કેમ કે કોઈ પરવાનગી વગર બાંધકામ કરી દીધું, તો કેટલીય કંપનીઓ એ કોમર્શિયલ કામ માટે જમીનો પણ NA કરાવ્યા વગર બાંધકામ કરી દીધું છે.
તેવામાં કોયલી પાસે મેઘા એન્જિનરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા મોટા પ્રમાણ માં બાંધકામ કરવામાં આવ્યું છે, આ મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ની હજારો ગાડીઓ ની અવરજવર રિફાઇનરી કંપની માં હોય છે, મોટા મોટા ડંફરો, સીમેન્ટ કોન્ક્રીટ નું વહન કરતા મોટા વાહનો ની દરોજ ની અવરજવર હોય છે, લોખંડ ના સળિયા ભરીને આવતા મોટા મોટા ટ્રેલર ટ્રક નું અવરજવર કંપની માં હોય છે,
આ ભારદારી વાહનો ની અવરજવર ના લીધે કોયલી- બાજવા ના રોડ ની હાલત બિસ્માર થઈ છે, આ બિસ્માર રોડ ઉપર થી ગ્રામ્ય વિસ્તાર ના હજારો વિધાર્થીઓ દરોજ અભ્યાસ કરવા સ્કૂલે જાય છે, તેમને ખાડા માં પડવાના ડર ની સાથે ભારદારી વાહનો નો ડર રહે છે, આ તૂટેલા રોડ ઉપર અકસ્માત નું મોટું જોખમ છે. મેઘા કંપની ની નજીક આવેલ કોમ્પ્લેક્સ માં જવાના રસ્તા ઉપર મોટી પ્રમાણ માં કાદવ કીચડ માં લીધે કોમ્પ્લેક્સ માં જતા લોકો અને દુકાનદાર હેરાન પરેશાન.
આ બિસ્માર રોડ ના કારણે હજારો ના જીવ જોખમમાં મુકાય છે, અમુક આગેવાન મલાઈ મળે ત્યાં પોહચી જઈ સેટિંગ કરી દેતા હોય છે જેના લીધે સ્થાનિકો ને અનેક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે, રોડ ની બિસ્માર હાલત માટે જવાબદાર કંપની સાથે સેટિંગ કરતા લોકો ના લીધે સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન. આવી નાની મોટી અનેક કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો ના પાપે રોડ ની હાલત બિસ્માર થઈ છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)