વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પદમલા ગામ ખાતેથી વિદેશી દારૂ ના જથ્થા સાથે એક આરોપી ની ધરપકડ કરી સાથે ઘણા દારૂ ના ગુન્હા માં સંડોવાયેલ બુટલેગર રાજન માળી ને વોન્ટેડ જાહેર કર્યો
ક્રાઈમ બ્રાન્ચે ઈંગ્લીશ દારૂની બોટલો સહિત કુલ રૂ.31200નો મુદ્દામાલ કબજે કર્યો દારૂનું વેચાણ કરનાર આરોપી ઝબ્બે, પદમલા નો વહીવટી બુટલેગર રાજન માળી ફરાર થતાં વોન્ટેડ જાહેર કરાયો, છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના પદમલા ગામે થી વિદેશી દારૂ નું ઘર માં વેચાણ કરતા એક આરોપી નવા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે તથા એક આરોપી ને વોન્ટેડ જાહેર કર્યો છે, રાજ્ય માં આગામી દિવસોમાં જન્માષ્ટમી-ગણેશ ઉત્સવ જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં શહેરના નાગરીકો શાંતિમય અને એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવી શકે તે માટે વડોદરા પોલીસએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. તેવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના પદમલા ગામ ખાતેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 15મી ઓગષ્ટના દિવસે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રોહી-જુગારની કામગીરી સારૂ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ સમયે ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, વડોદરા જિલ્લાના પદમલા ગામમાં માઢવાળુ ફળીયામાં રહેતો સુરેશભાઈ ઉર્ફે પુનમ સોમાભાઈ પઢિયાર તેના આર્થીક ફાયદા સારૂ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખી મુકેલ છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પદમલા ગામ ખાતેના આરોપીના મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાં પદમલા ગામ ખાતેના મકાને રેઈડ કરતાં સદર મકાન આગળ હાજર ઈસમ સુરેશભાઈ ઉર્ફે પુનમ સોમાભાઈ પઢિયાર પોલીસને જોઈ નાસવાની કોશીષ કરી હતી. જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાંજ કોર્ડન કરી તે ઈસમ ને ઝડપી પાડ્યો હતો સાથે તેનાં મકાનમાં તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે મકાનની તપાસ કરતાં ત્યાં ત્રણ થેલાઓ અને એક કોથળી મળી આવી હતી. જેમાં જોતાં ઈંગ્લીશ દારૂ ભરેલ રૂ.26,200ની કિંમતની કુલ 154 નંગ બોટલો મળી આવી હતી. આ સાથે મોબાઈલ ફોન અને લાઈટબીલ મળી કુલ કિંમત રૂ.31,200 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પકડાયેલ ઈસમે મળી આવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પદમલા ગામના જ માળી મોહલ્લામાં રહેતાં આરોપી રાજન માળી પાસેથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપી સુરેશભાઈ ઉર્ફે પુનમ સોમાભાઈ પઢિયારની અટકાયત કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપી સુરેશબાઈ ઉર્ફે પુનમ સોમાભાઈ પઢિયાર અને ફરાર વોન્ટેડ આરોપી રાજન માળી સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજિસ્ટર કર્યો તેમજ આગળની વધુ તપાસ છાણી પોલીસ સ્ટેશન ખાતેસોંપવામાં આવી છે. વધુ માં વોન્ટેડ આરોપી રાજન માળી ભૂતકાળ માં અનેક વખત પ્રોહીબિશન ના ગુના માં ઝડપાયેલા છે, અંગત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે પદમલા વિસ્તાર માં વિદેશી દારૂ વેચવામાં વોન્ટેડ રાજન માળી નું મોટું નામ છે. નાના નાના બુટલેગર ને રાજન માળી દારૂ સપ્લાય કરતો હોય છે. રાજન માળી પદમલા વિસ્તાર માં પ્રખ્યાત બુટલેગર છે, પોલીસ ના વહીવટદારો સાથે સંપર્ક કરીને વોન્ટેડ રાજન માળી મોટાપાયે દારૂ નો ધંધો કરતો હોય છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર
NS NEWS