ક્રાઇમગુજરાત

ગેસ ચોરી ફરિયાદ માં હરણી પોલીસ ગેરરીતિ ! આપ્યા તપાસ ના આદેશ! આ મામલે વહીવટ લેનાર ઉચ્ચ પોલીસ અધિકારી નો વહીવટદાર કોણ????

ગેસ ચોરી ફરિયાદ માં હરણી પોલીસ ગેરરીતિ ! આપ્યા તપાસ ના આદેશ! આ મામલે વહીવટ લેનાર ઉચ્ચ પોલીસ અધિકારી નો વહીવટદાર કોણ????


હરણી પોલીસ સ્ટેશન ની ફરિયાદ નખ વગર ના વાઘ જેવી!
વડોદરા શહેર પોલીસ નો શક્તિમાન વહીવટદાર કોણ?

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ સ્થિત નરસિપુરા ગામ ખાતે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસના બોટલ માંથી કોમર્શિયલ ગેસ બોટલમાં રિફિલિંગ કરી ગેસ ચોરી કરતા હેપ્પી હોમ ગેસ એજન્સીના બે ડિલિવરી બોય રંગેહાથ પોલીસના હાથે ઝડપાયા હતા. હરણી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, ટેમ્પો ડ્રાઇવર વિજય ઉર્ફે વેજુ સાજન ભરવાડ ઇન્ડિયન ગેસની એજન્સીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. અને એજન્સીના ગોડાઉન ઉપરથી ગ્રાહકોને વિતરણ કરવાના ઘરેલું ગેસના બોટલ મેળવી ન્યુ વીઆઈપી રોડ ખાતેના નરસિપુરા ગામ ખાતે ખુલ્લી જગ્યામાં સાગરીત સાથે મળી ગેસ બોટલના સીલ ખોલી અન્ય ખાલી બોટલમાં ગેસનું રિફિલિંગ કરી ત્યારબાદ બોટલો ફરીથી સીલ કરી ગ્રાહકોને ઓછા ગેસવાળા બોટલ સપ્લાય કરે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની જગ્યાએ બે શખ્સો ધાતુની નાની પાઇપ માંથી ગેસ રિફિલિંગ કરતા નજરે ચડ્યા હતા. જેથી પોલીસે બંનેને રંગે હાથ ઝડપી પાડી પૂછપરછ કરતા વિજય સાજન ભરવાડ ( રહે – રેવડીયા મહાદેવ, ભરવાડ વાસ, વીઆઈપી રોડ ) અને તુષાર સવાભાઈ ભરવાડ ( રહે – ભરવાડ વાસ, દરજીપુરા ન્યુ આરટીઓ) હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી ઘરેલુ તથા કોમર્શિયલ ગેસના છ બોટલ મળી આવ્યા હતા. ઉપરોક્ત બંને શખ્સો નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા ખાતે આવેલ અર્પન કોમ્પ્લેક્સની ઇન્ડિયન ગેસની હેપ્પી હોમ નામની ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. એજન્સીનું ગોડાઉન વિરોદ ગામ ખાતે આવેલું છે. જ્યાંથી ગ્રાહકોને આપવા માટેના ગેસના બોટલ લઈ આવી ઘરેલુ ગેસના બોટલ માંથી અન્ય ગેસના બોટલમાં રિફિલિંગ કરતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે રીફીલિંગ માટે ઉપયોગ કરેલ સ્ટીલની પાઇપ ગેસનો જથ્થો તથા 02 મોબાઈલ ફોન મળી 14,450ની મતા કબજે કરી હતી. ગુના દરમિયાન ઉપયોગમાં આવેલ ગેસના બોટલ તથા ટેમ્પોનો ફરિયાદમાં જપ્તિનો ઉલ્લેખ ન થતાં સવાલ ઉદભવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે , જાહેર રજાના પગલે તોલમાપ અધિકારી રજા પર હોવાથી ફરિયાદ દાખલ કરવામાં બે દિવસનો વિલંબ થયો હતો, આ સમગ્ર મામલે હરણી પોલીસ ઉપર ઘણા સવાલો ઉભા થયા છે,
વડોદરાના એક જાણીતા સમાચાર પત્ર માં છાપવામાં આવ્યું તેની થોડી વિગતો.
“પોલીસ ઉચ્ચાધિકારીઓને ઊંધા ચશ્માં પહેરાવવુ કદાચ ભારે પડશે”
“ભીનું સંકલેતી હરણી પોલીસ તપાસ ના આદેશ ની તજવીજ શરૂ”
“શહેર પોલીસ કમિ. ની ગેરહાજરીમાં બારોબાર ખેલ કરી નાખવાના તરકટ થી વિવાદ”
“પોલીસ મથક માં રાત્રે આભાર વ્યક્ત કરવા જનાર વહીવટદાર કોણ?”……..

આ મામલે વધુ તપાસ કરતા અમારા બાતમીદારો અને ઘણા અંગત સૂત્રો તરફ થી જાણવા મળ્યું છે કે ગેસ બોટલમાં રિફિલિંગ કરી ગેસ ચોરી કરનારા 2 આરોપી ની અટકાયત કરી સામાન્ય ફરિયાદ નોંધી હરણી પોલીસે તપાસ માં ગેરરીતિ કરતા વડોદરા પોલીસ ના ઉચ્ચ અધિકારી એ આ મામલે તપાસ ના આદેશ આપ્યા છે, સમગ્ર મામલો વડોદરા પોલીસ માં ચર્ચા નો વિષય બન્યો છે.
વધુ માં આ મામલે હરણી પોલીસ મથક માં જઈને ઉચ્ચ પોલીસ અધિકારી નો માનીતો વહીવટદાર વહીવટ લીધા ની વાતે જોર પકડ્યું છે,
જો આ સમગ્ર ઘટના ક્રમ ના પોલીસ સ્ટેશન ના CCTV કેમેરા ચેક કરવામાં આવે તો સમગ્ર મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે,
આ વહીવટદાર વડોદરા શહેર ના કોઈ પણ પોલિસ સ્ટેશન માં બદલી થઈ હોય પરંતુ ત્યાંથી પોલીસ ભવન ના ઉચ્ચ અધિકારીઓ નો બધો વહીવટ કરતો હોય છે અને 4-6 મહિના પોલીસ સ્ટેશન માં નોકરી કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના આશીર્વાદ થી પાછો પોલીસ ભવન ખાતે નોકરી લઈ લેતો હોય છે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો આ વહીવટદાર કોઈ દિવસે આખા વડોદરા શહેર પોલીસ નું નામ બગાડશે ??
આ વહીવટદાર પર કોના આશીર્વાદ છે ?
કરોડો ની સંપત્તિ ધરાવતો આ વહીવટદાર છે કોણ?
શુ પોલીસ કમિશનર શ્રી ને અંધારામાં રાખીને લાખો નો વહીવટ કરતો આ વહીવટદાર કોણ??

હરણી પોલીસ એ ગેસ ચોરી મામલે તપાસ માં ગેરરીતિ કરતા તપાસ ઉચ્ચ અધિકારી ને સોંપવામાં આવી આ તપાસ માં ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.

નૈતિક સમાચાર
NS NEWS

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button