ડ્રગ્સ કેસ મામલે વડોદરાના મોક્સી ની નેક્ટર કેમ કંપની ના માલિક પિયુષ પટેલ ને લઈને ATS એ સાકરદા માંથી ગોડાઉન જડપ્યું!
વડોદરના સાવલી તાલુકાના સાકરદા ગામની હદ માંથી ગુજરાત ATS એ ગત તા. 16 ઓગષ્ટના રોજ નેકટર કેમ કંપનીમાંથી રૂ.1125 કરોડનું એમ.ડી ડ્રગ્સ પકડાયું હતું
ગુજરાત એ.ટી.એસ દ્વારા નેકટર કેમ કંપનીના ભાગીદાર મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ સહિત 6 આરોપીઓ ની ધરપકડ કરી હતી, તે દિવસમાં વડોદરા અને અંકલેશ્વરમાંથી કુલ રૂ. 3534 કરોડનું એમ.ડી ડ્રગ્સ પકડી પાડ્યું હતુ.
ડ્રગ્સ બનાવવાની કામગીરીના તાર મુંબઇ સાથે જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મોકસી ખાતે પકડાયેલ એમ.ડી ડ્રગ્સનું ઉત્પાદન કરનાર મહેશ, પિયુષ અને તેના સાગરીતો પોલીસ રમિમાન્ડ પર છે, તેવામાં ગુજરાત ATS ની ટીમે નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સાકરદા સ્થિત જીઆઇડીસીમાં દરોડો પાડતા ચકચાર મચી છે. કરોડો નું ડ્રગ્સ મોકસી થી પકડાયું હતું હાલ જ્યાં દરોડો પાડવામાં આવ્યો છે તે સાકરદા સ્થિતિ એક ગોડાઉન છે જેમાં ડ્રગ્સ નુ રો મટીરીયલ હોવાની આશંકા સેવાઇ રહી છે, જોકે આ મામલે હજી સુધી કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
ગુજરાત એટીએસની ટીમ આજે સાવલી તાલુકાના સાંકરદા ગામની જીઆઇડીસી પાસેના એક ખાનગી ગોડાઉનમાં દરોડો પાડ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. ગુજરાત એ.ટી.એસના આ દરોડામાં સંભવિત ડ્રગ્સનો કાચો માલ મળ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહીં છે. ગત તા. 16 ઓગષ્ટના રોજ મોકસી ગામમાંથી મળી આવેલા એમ.ડી ડ્રગ્સના મામલાના તાર આ દરોડા સાથે જોડાયા હોય શકે છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા ગત તા. 16 ઓગષ્ટના રોજ મોક્સી ગામની સીમમાં આવેલી નેકટર કેમ કંપનીમાં દરોડો પાડી રૂ. 1125 કરોડનુ એમ.ડી ડ્રગ્સ પકડી પાડ્યું હતુ. નેકટર કેમ કંપનીના ભાગીદાર પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવ સહિત તેમના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. અને હાલ તમામ પોલીસના રિમાન્ડ પર છે. ત્યારે સાંકરદા જીઆઇડીસી નજીકમાં આવેલા આ ગોડાઉનની વિગતો તપાસ દરમિયાન બહાર આવતા દરોડો પાડ્યો હોવાની શંકા છે, નેકટર કેમ કંપની ના ડ્રગ્સ ના આરોપી પિયુષ પટેલ ને સાથે રાખી એટીએસ ની ટીમે આજે વડોદરા ના સાકરતા ખાતે દરોડો પાડ્યો છે, જેમાં ડ્રગ્સ નું રો મટેરિયલ હોવાની સૂત્રો તરફ થી માહિતી મળેલી છે,
ગુજરાત એટીએસ વધુ માહિતી પ્રેસ કૉંફેરેન્સ કરી આપશે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર
NS NEWS