ગુજરાતરાજકારણ

એન્જલ એકેડમીના સ્થાપક ‘સમ્રાટ’ સામત ગઢવી, અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.

એન્જલ એકેડમીના સ્થાપક ‘સમ્રાટ’ સામત ગઢવી,
અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.


‘સમ્રાટ’ સામત ગઢવી અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
સમ્રાટ’ સામત ગઢવી હંમેશા ગુજરાતના દરેક ખૂણાના યુવાનોને મદદ કરવા માટે દિવસ રાત મહેનત કરે છે અને આ જ કારણથી તેઓ ગુજરાતના યુવાનો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે: આપ

અત્યાર સુધી 10000થી વધારે વિદ્યાર્થીઓ ‘સમ્રાટ’ સામત ગઢવીના માર્ગદર્શનથી સરકારી નોકરીમાં લાગી ચૂક્યા છે: આપ
8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ ‘સમ્રાટ’ સામત ગઢવીની યૂટ્યૂબ ચેનલ સાથે પણ જોડાયેલા છે: આપ

3 લાખ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ‘સમ્રાટ’ સામત ગઢવી સાથે જોડાયેલા છે: આપ

ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને અરવિંદ કેજરીવાલજીની બધી ગેરંટીઓ પર પૂરો વિશ્વાસ છે: ‘સમ્રાટ’ સામત ગઢવી

આવનારા સમયમાં ગુજરાતના લાખો યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડશે અને આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે: ‘સમ્રાટ’ સામત ગઢવી

આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક સક્ષમ વિકલ્પ રૂપે ઉભરી રહી છે અને ગુજરાત સાથે હવે સમગ્ર દેશના લોકો માની રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે એક મજબૂત વિપક્ષ અને વિકલ્પ છે. આમ આદમી પાર્ટીની રાજનીતિ મુદ્દાની રાજનીતિ છે. આમ આદમી પાર્ટી હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવે છે, આમ આદમીના જીવનમાં વધારેથી વધારે રાહત મળે તેવા બધા જ શક્ય પ્રયત્નો કરે છે. આ બધું ગુજરાતની જનતા સમજી રહી છે, જાણી રહી છે એટલે જ આમ આદમી પાર્ટીને સાચા હૃદયથી અપનાવી રહી છે. ગુજરાતના દરેક વર્ગના, દરેક સમાજના, દરેક વ્યવસાયના અને સાથે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.

ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ રૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ‘સમ્રાટ’ સામત ગઢવી અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

‘સમ્રાટ’ સામત ગઢવી B.Sc તથા B.Ed કરીને સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા પરંતુ બે વર્ષમાં જ તેમણે શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓએ એન્જલ એકેડમી નામે ગાંધીનગરમાં સિવિલ સર્વિસની પોતાની એકેડમી શરુ કરી હતી. અત્યાર સુધી દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ તેમની પાસેથી માર્ગદર્શન લઈને સરકારી નોકરીમાં લાગી ચૂક્યા છે. 3 લાખ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તેમના સાથે જોડાયેલા છે. આ સિવાય 8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ તેમની યૂટ્યૂબ ચેનલ સાથે પણ જોડાયેલા છે. આ રીતે તેઓ ગુજરાતના દરેક ખૂણા ના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે.‘સમ્રાટ’ સામત ગઢવી હંમેશા ગુજરાતના દરેક ખૂણા ના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે દિવસ રાત મહેનત કરે છે અને આ જ કારણથી તેઓ ગુજરાતના વિદ્યાર્થીઓ વચ્ચે ખુબ જ સારી છબી ધરાવે છે.

‘સમ્રાટ’ સામત ગઢવીએ આ દરમિયાન જણાવ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના યુવાનોને દસ લાખ સરકારી નોકરીની ગેરંટી આપી ત્યારે મેં ઇસુદાનભાઈ ને ફોન કર્યો તો પૂછ્યું કે શું આ હકીકત છે? આ શક્ય છે? ત્યારે ઈસુદાનભાઈ મને વિશ્વાસ અપાવ્યો કે અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનો માટે પૂરો પ્લાન બનાવીને બેઠા છે, તેમણે કહ્યું છે એ કરી બતાવશે. પછી મેં પૂછ્યું કે ગુજરાતના બેરોજગાર યુવાનોને 3000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે એ એ કઈ રીતે શક્ય છે? ગુજરાતમાં લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાઓ છે. તો ઈસુદાનભાઈએ મને જણાવ્યું કે ઘર ઘર નળ યોજનામાં 3800 કરોડનું કૌભાંડ થયું છે તો આમ આદમી પાર્ટીની સરકારમાં આવા કૌભાંડ થવાના બંધ થશે તો બધી યોજનાઓ માટે પૈસા ભેગા થઇ જશે. ત્યારે મને સમજાયું કે 27 વર્ષથી ભાજપે જે ખાડા કર્યા છે એને આમ આદમી પાર્ટી પૂરી નાખશે.

મેં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે બેસીને ચર્ચા કરી અને તેમને પૂછ્યું કે શું કેજરીવાલજી જે ગુજરાતના યુવાનો માટે જે વાયદા કરે છે તે વાયદા પૂરા કરશે? તો ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ મને જણાવ્યું કે, હા તે લોકોને પણ વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી જે પણ કહે છે એ વાયદા પુરા કરીને બતાવશે. ત્યારબાદ હું અરવિંદ કેજરીવાલજીને મળ્યો અને એમણે જણાવ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ કોઈ પેપર લીક થયું નથી, અને અત્યાર સુધી ૧૨ લાખથી વધુ યુવાનોને નોકરી આપી છે તો આ બધું ગુજરાતમાં પણ કરી શકે છે અને ત્યારબાદ મેં વિદ્યાર્થીઓ સાથે મળીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું. મેં પણ એમને કહ્યું છે કે આવનારા સમયમાં એક લાખથી વધારે વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.

નૈતિક સમાચાર
NS NEWS

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button