ક્રાઇમ

આજે અમદાવાદ ના ક્રાઇમ બ્રાન્ચ માં ડી પી ચુડાસમાની ખામી સર્જાય ???

આમતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની પ્રસન્સા કરો એટલી ઓછી છે ગુજરાતની આ એજન્સી ઉપર સરકાર ને પણ પૂરો વિશ્વાસ છે પણ જ્યારે એક પત્રકાર જયારે નિષ્ઠા પૂર્વક કામ કરતો હોય છે ત્યારે તેઓની સામે ગણી અડચણો આવતી હોય છે આવુજ કઈક અમદાવાદ ના પત્રકારો અને ક્રાઇમ બ્રાન્ચ ના નવા આવેલ અધિકારીઓ વચ્ચે બન્યું અમદાવાદ ના ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓએ કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર સૌરીન પંચાલ નામના વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી જેમાં જેને લઈને પત્રકારો દ્રારા તે બાબતે ક્રાઈમ બ્રાન્ચ ના નવા આવેલા અધિકારીઓ એ કુલડી માં ગોળ ભાગવા જેવો જવાબ આપ્યો હતો ત્યાર બાદ તારીખ ૨૫/૮/૨૦૨૨ ની સાંજે એક પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી જેમાં તમામ પત્રકાર હાજર તો રહ્યા પણ કમ્પાઉન્ડમાં ઉભા રહીને બાયકોર્ટ કરી હતી.જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નું નાક ગણાતી એવી એજન્સી નો આ વ્યવહાર પત્રકાર જગતમાં એક ચર્ચા નો વિષય બન્યો જેની વાત ઉચ્ચ અધિકારીઓ પાસે વહેતી થઈ હતી પત્રકાર દ્રારા કવરેજ ના કરી જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માં ખડખડાટ મચી હતી જો આ બનાવ ના ઉંડાણ માં જઈએ તો આવી ઘટના છેલ્લા પાંચ વર્ષ માં કદાચ બની કહેવાય છે ? કે શાંત અને સરળ સ્વભાવ ના એવા ડી.પી. ચુડાસમા જેવા અધિકારીઓ અને પત્રકાર વચ્ચે ના આત્મીય સબન્ધ હંમેશા ટ્યુનિંગ વાળા રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે નવા આવેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ આવીજ રીતે પોતાની મનમાની કરી ને ક્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સી નું નામ રકડોળસે તે જોવાનું રહ્યું ??

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button