
સબકા સાથ સબકા વિકાસ ના સ્લોગન સાથે નીતિ આયોગના અહેવાલ પ્રમાણે દેશમાં ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન સર્વશ્રેષ્ઠ છે, તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત ડબગર સમાજના સ્નેહમિલન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સૌ સમાજને સાથે લઈ ચાલવાની નીતિ-રીતિ અપનાવી રાજ્યના વિકાસની કેડી કંડારી છે.
આ અવસરે ડબગર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન પણ કર્યું હતું.