ડીજે ટોયોટા ખાતે મોસ્ટ અવેઈટેડ કાર અર્બન ક્રૂઝર હાઇરાઇડર નું એક દિવસીય એક્સક્લુઝીવ પ્રિવ્યુ રાખવામાં આવ્યું

*ડીજે ટોયોટા ખાતે મોસ્ટ અવેઈટેડ કાર અર્બન ક્રૂઝર હાઇરાઇડર નું એક દિવસીય એક્સક્લુઝીવ પ્રિવ્યુ રાખવામાં આવ્યું*
– ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર એ ભારતની પ્રથમ મધ્યમ કદની એસયુવી છે જે મજબૂત હાઇબ્રિડ ટેકનોલોજી પ્રદાન કરે છે.
– ઓટો ઉદ્યોગને અપેક્ષા છે કે આ તહેવારોની સિઝનમાં કારનું વેચાણ ઝડપી લેન પર રહેશે
– તહેવારોની મોસમ, જે સામાન્ય રીતે ઓટોમોબાઈલ વેચાણમાં વધારો જોવા મળે છે, તે આ વર્ષે 11 ઓગસ્ટ (રક્ષાબંધન) થી શરૂ થઇ છે અને 25 ઓક્ટોબર દિવાળી સુધી રહેશે.
*11મી સપ્ટેમ્બર-2022:* તહેવારોની સિઝનમાં ગુજરાતમાં કારની માંગમાં વધારો થયો હતો, જેમાં ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ઓગસ્ટમાં વેચાણ 15% વધ્યું હતું. ત્યારે તહેવારો ની આવનારી સીઝન ને ધ્યાન માં રાખતા ટોયોટા કિર્લોસ્કર દ્વારા પોતાની મોસ્ટ અવેઈટેડ કાર અર્બન ક્રૂઝર હાઇરાઇડર નું લોન્ચ કર્યું છે અને ડીજે ટોયોટા ખાતે તેનું એક્સક્લુઝીવ પ્રિવ્યુ રાખવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર અમદાવાદ શહેર ના જાણીતા લોકો ઉપસ્થિત રહયા હતાં.
ટોયોટા કિરલોસ્કરે અર્બન ક્રુઝરના ચાર વેરિઅન્ટની કિંમતો જાહેર કરી છે.આ ચાર વેરિઅન્ટ્સમાં સ્ટ્રોંગ હાઈબ્રિડ, માઈલ્ડ હાઈબ્રિડ એડબલ્યુડી વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં તેની પ્રારંભિક કિંમત 15.11 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. ટોપ વેરિઅન્ટમાં આ કિંમત 18.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની ટૂંક સમયમાં બાકીના વેરિઅન્ટની કિંમતો જાહેર કરશે.
*અર્બન ક્રૂઝર હાઇરાઇડર ના પ્રિવ્યુ પ્રસંગે વાત કરતા ડીજે ટોયોટા ના શ્રી રાજપ્રદિપ જોઈસર એ જણાવ્યું કે* ” ટોયોટા અર્બન ક્રુજર હાઇરાઇડર ભારતમાં પ્રથમ મધ્યમ કદની એસયુવી છે, સ્ટ્રોન્ગ હાઇ બ્રિડ ટેક્નિકલ ઑફર કરવામાં આવે છે. અને આવનારા 3 મહિના એ ગુજરાત માં ફેસ્ટિવલ ના મહિના છે જજયારે લોકો નવી કાર લેવાનું પસંદ કરતા હોય છે એવા સમયે ટોયોટા કિર્લોસ્કર દ્વારા આ કાર નું લોન્ચ લોકો માટે ખુબજ મહત્ત્વપૂર્ણ બની રહેશે. અમે આશા રાખીએ છીએ કે આ વર્ષે તહેવારોની સિઝન નવા લોન્ચ અને સુધારેલી ઉત્પાદન પ્રવૃત્તિના આધારે પેસેન્જર વાહનોના વેચાણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહેશે.
ટોયોટા અર્બન ક્રુજર હાઇરાઇડર નું એન્જિન એક ઇલેક્ટ્રિક મોટરથી જોડાયેલું છે, જે 79એચપીઅને 141 એનએમ જનરેટ કરે છે, સંયુક્ત પાવર 114એચપી ની મળે છે. સ્ટ્રોન્ગ હાઇબ્રિડ સિસ્ટમમાં 177.6 વી લિથિયમ-આયર્ન બેટરી આપવામાં આવી છે. આ કાર સ્ટ્રોન્ગ હાઇબ્રિડ સેટઅપમાં તે 27.97 કિમી/લીટર ની માઇલેજ આપી શકે છે.