મેઘા ઇન્ફ્રાટ્રક્ચર (MEIL) કંપની ના કોયલી ખાતે ના કોન્કરેટ પ્લાન્ટ થી હજારો ગ્રામજનો સાથે લાખો રાહદારીઓ હેરાન પરેશાન. જુવો વીડિયો
મેઘા ઇન્ફ્રાટ્રક્ચર(MEIL) કંપની ના કોયલી ખાતે ના કોન્કરેટ પ્લાન્ટ થી હજારો ગ્રામજનો સાથે લાખો રાહદારીઓ હેરાન પરેશાન. જુવો વીડિયો
વડોદરા ના કોયલી ખાતે રિફાઇનરી કંપની ના નવા પ્લાન્ટ ના વિસ્તૃતીકરણ માં કેટલીય નાની મોટી કંપનીઓ ને કામ મળ્યું છે, આ કંપનીઓ એ પોતાના સ્ટોર રૂમો, ગોડાઉનો, પાર્કિંગ, સીમેન્ટ રેતી ના કોન્કરેટ પ્લાન્ટ, બેચિંગ પ્લાન્ટ કોયલી ની આસપાસ ઉભા કરી દીધા છે, આમાંથી 24 કલાક હજારો ની સંખ્યા માં મોટા મોટા ડંફરો, મોટા મોટા ટ્રેલર ગાડીઓ, સીમેન્ટ માં મીક્ષર વાહનો ચાલતા હોય છે,
આ ભારદારી વાહનો ની અવરજવર ના લીધે કોયલી- બાજવા ના રોડ ની હાલત બિસ્માર થઈ છે, આ બિસ્માર રોડ ઉપર થી ગ્રામ્ય વિસ્તાર ના હજારો વિધાર્થીઓ દરોજ અભ્યાસ કરવા સ્કૂલે જાય છે, તેમને ખાડા માં પડવાના ડર ની સાથે ભારદારી વાહનો નો ડર રહે છે, આ તૂટેલા રોડ ઉપર અકસ્માત નું મોટું જોખમ છે. મેઘા કંપની ની નજીક આવેલ કોમ્પ્લેક્સ માં જવાના રસ્તા ઉપર મોટી પ્રમાણ માં કાદવ કીચડ માં લીધે કોમ્પ્લેક્સ માં જતા લોકો અને દુકાનદાર હેરાન પરેશાન. આજુબાજુમાં અને રોડ ઉપર મોટી પ્રમાણ માં ધૂળ અને સીમેન્ટ ઉડતો હોય છે, જેના લીધે રાહદારીઓ અને સ્થાનિકો ને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, સ્થાનિકો અને રાહદારીઓ ની અનેક મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (MEIL) કંપની દ્વારા રોડ પર પાણી નો છંટકાવ કરી ને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે,
આ પ્લાન્ટ કે બાંધકામ કરવા એક ચોક્કર પ્રક્રિયા હોય છે જે પ્રક્રિયા પુરી કરી છે કે કેમ કે કોઈ પરવાનગી વગર બાંધકામ કરી દીધું, તો કેટલીય કંપનીઓ એ કોમર્શિયલ કામ માટે જમીનો પણ NA કરાવ્યા વગર બાંધકામ કરી દીધું છે. તેવામાં કોયલી પાસે મેઘા એન્જિનરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની (MEIL) દ્વારા મોટા પ્રમાણ માં બાંધકામ કરવામાં આવ્યું છે, તેના લીધે હજારો મોટા વાહનો ની અવરજવર 24 કલાક ચાલુ હોય છે જેના લીધે રોડ ની બિસ્માર હાલત થઈ છે , આ બિસ્માર રોડ ના કારણે હજારો ના જીવ જોખમમાં મુકાય છે, બેફામ ધૂળ અને સીમેન્ટ ઉડવાથી સ્થાનિકો ને કફ ગળામાં દુઃખાવો શ્વાસ લેવામાં તકલીફ , ઇન્ફેશન જેવી બીમારીઓ થતી હોય છે, રોડ ની નજીક ના સ્થાનિક દુકાનદારો એ 5-5 મિનિટે દુકાન સાફ કરવી પડે છે, મોટી પ્રમાણ માં ધૂળ અને સીમેન્ટ ઉડીને દુકાનો માં આવી જાય છે, ફરસાણ ની દુકાનો માં સીમેન્ટ ધૂળ ઉડવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન. આવી નાની મોટી અનેક કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો ના પાપે રોડ ની હાલત બિસ્માર થઈ છે, મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (MEIL) ના ના કામકાજ અને નવા બાંધકામ ને તાત્કાલિક બંધ કરવા સ્થાનિકો ની માંગ.. કોઈ યોગ્ય નિરાકરણ ના આવ્યું તો આગામી સંમય માં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.
આર્યનસિંહ ઝાલા