ભારત

એક દેશ એક રેશનકાર્ડ હવે ગમે ત્યાં રેશનકાર્ડ દ્વારા અનાજ મળી શકશે આ યોજનામાં ભારતનું છેલ્લું રાજ્ય પણ જોડાયું

તમારું રેશનકાર્ડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કે બિહારના કોઈ ગામ કે શહેરમાં બન્યું છે પણ તમે રોજગારી માટે દિલ્હી પંજાબ કોલકત્તા કે આસામમાં કામ કરવા જતા રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને રેશનકાર્ડ ઉપર મળતું અનાજ એ રાજ્યમાં પણ લઈ શકો છો ઓગસ્ટ 2019 માં શરૂ થયેલી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના એક દેશ એક રેશનકાર્ડ હવે સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે 21 જૂન ના રોજ આસામ આ યોજના સાથે જોડનાર અંતિમ રાજ્ય બની ગયું છે ઉલ્લેખનીય છે કે યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવા માટે કેન્દ્ર સરકારે મેરા રેશન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે આ એપ લાભાર્થીઓને વાસ્તવિક સમય પર માહિતી ઉપલબ્ધ કરાવી રહી છે હાલમાં તે 13 ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button