જીવનશૈલી

અમદાવાદ, કાંકરીયા લેક ખાતે ગ્લોબલ ઈસ્માઈલી સિવિક ડે 2022 અંતર્ગત 200 થી વધુ ઈસ્માઈલી સમાજના વોલિન્ટરો દ્વારા પર્યાવરણીય દેખરેખ, જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ, કાંકરીયા લેક ખાતે ગ્લોબલ ઈસ્માઈલી સિવિક ડે 2022 અંતર્ગત 200 થી વધુ ઈસ્માઈલી સમાજના વોલિન્ટરો દ્વારા પર્યાવરણીય દેખરેખ, જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. ઈસ્માઈલી સમુદાય દ્વારા 25 મી સપ્ટેમ્બર, ગ્લોબલ ઈસ્માઈલી સિવિક ડે તરીકે મનાવવામાં આવે છે. વિશ્વભરમાં ઈસ્માઈલી સમુદાય આ દિવસે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, પર્યાવરણીય દેખરેખ અને સાંસ્કૃતિક સંવર્ધનના ક્ષેત્રોમાં યોગદાન આપવા માટે સાથે મળીને કાર્ય કરે છે. આ વર્ષે ઈસ્માઈલી સિવિક ડે અંતર્ગત પર્યાવરણીય દેખરેખના ક્ષેત્રોમાં પાર્ક અને બીચ વગેરેની સફાઈ, રીસાયક્લિંગ, અને ટ્રી પ્લાન્ટેશન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. આ પ્રવૃત્તિઓ પાછળનો હેતૂ વિશ્વમાં સકારાત્મક બદલાવ લાવવાનો હોય છે. આ પ્રસંગે ઈસ્માઈલી સમુદાયના લગભગ 200 વોલિન્ટરો દ્વારા કાંકરીયા લેક ખાતે, રવિવાર, 25 મી સપ્ટેમ્બર, 2022ના રોજ, ફ઼્લેશ મોબ, ક્વિઝ, પઝલ, વેસ્ટમાંથી રંગોલી વગેરે જેવી પ્રવૃત્તિઓ તેમજ સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણીય દેખરેખ (Environmental Stewardship) વિશે જાગૃક્તા ફ઼ેલાવવામાં આવી હતી. કાંકરીયા ખાતે સહેલાણીઓ દ્વારા આ પ્રવૃત્તિઓ માણવામાં આવી અને તેઓ સ્વચ્છતા તેમજ પર્યાવરણીય દેખરેખ વિશે જાગૃત થયા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button