શુ ? અમદાવાદ પોલીસ કમિશ્નર સંજયશ્રી વાસ્તવ એક પત્રકાર ને રક્ષણ આપી શકશે કે પછી એનું મુત્યુ નિશ્ચિત ??

પત્રકાર નૈતિકતા અને નિષ્ઠાવાન થી સમાજમાં વગર સ્વાર્થ કામ કરતો અને પોતાની નૈતિક જવાબદારીઓ જાતે ઉપાડી સમાજમાં ઉજાગર કરતો પણ જ્યારે સમાજમાં થતા અન્યાય અને કૌભાંડો ને નિસ્વાર્થ ની સંકોચ નીડરતાથી ઉજાગર કરતો હોય છે પણ તેની સેફટી શું ? તેની સિક્યુરિટી શું ? સમાજમાં આપણે ઘણા કિસ્સાઓ જોયા છે જાહેર માર્ગ પર એક સ્ત્રી ઉપર એસિડ ફેકવું એનું ગળુ કાપવું તે હવે ગુજરાતમાં જાણે રમત બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કાયદો તો છે પણ કાયદાનો ડર જરા પણ નથી ? એવું ક્યાંક ને ક્યાંક આપણે અનુભવી રહ્યા છીએ પણ જ્યારે આ તમામ બાબતોને એક પત્રકાર તેના શબ્દોમાં વર્ણન કરીને સમાજમાં ઉજાગર કરવાની જ્યારે વાત કરે છે ત્યારે તેને ક્યાંક ને ક્યાંક દબાવવાની ધમકાવવાની કોશિશ કરવામાં આવે છે હું કહીશ કે ગુજરાત સરકારનો પોલીસ વિભાગ કાયદો વિભાગ ખૂબ જ સક્ષમ છે પણ શું ? તે દરેકની રક્ષા કરી શકે છે ખરા? ના દરેક વ્યક્તિએ પોતપોતાની રક્ષા જાતે કરવી એની નૈતિક ફરજ છે
હું એટલે નૈતિક સમાચાર તંત્રી ગીરીસ સુરેશભાઈ બારોટ મારા પરિવાર સાથે મારા બે બાળકો સાથે હું રહું છું પણ જ્યારે મેં મારા નૈતિક સમાચાર ન્યુઝ પેપરમાં ગુજરાત સરકાર પાસે થતી એક ટોલ ટેક્સ દ્વારા ચોરીનો પડદાફાશ કર્યો હતો જેમાં ગુજરાત સરકાર પાસે રેવન્યુ કૌભાંડ કરવામાં આવતું હતું જેને લઇને તે આખી સ્ટોરી કવર કરી હતી અને મારા ન્યુઝ પેપર ના માધ્યમથી ગુજરાત સરકારને થતું નુકસાન અંગે વાકેફ પણ કર્યા હતા જેમાં સરકારે તે કંપની ઉપર બાજ નજર રાખીને કામગીરી કરી પણ વાત ત્યાં પતતી નથી મારા આ આર્ટિકલ પછી ચાલુ કંપની ઉપર જાણે તેલ રેડાયું હોય તેમ મારી ઉપર પણ ક્યાંક ને ક્યાંક કંપનીના માણસો દ્વારા નજર રખાતી હોય તેવું લાગતું હતું. કારણ કે આ આર્ટિકલ કંપનીના રોજની 10 થી 15 લાખ રૂપિયાની ચોરી નું કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું. જે કંપનીના સંચાલકો તેના મેનેજર પરપ્રાંતિય હતા જે એ વાત એ લોકોને હજમ ના થઈ પણ મેં મારું કાર્ય અધૂરું ના છોડ્યું ગુજરાત રાજ્ય પોલીસ ગમે તેટલી સક્ષમ હોય પણ શું તે મારી 24 કલાક રક્ષા કરી શકે ખરી ? ના એના માટે મેં મારું રક્ષણ જાતે કરવા નિર્ણય લીધો અને આર્મ પિસ્તોલ રિવોલ્વર માટે એક અમદાવાદ પોલીસ કમિશનર શ્રી ને અરજી પણ કરી પણ અમદાવાદ પોલીસ કમિશનર મારી આ અરજીને ના મંજૂર કરી તો શું અમદાવાદ પોલીસ કમિશનર એક પત્રકાર ને રક્ષણ આપી શકશે ? જોએ પત્રકારનું મૃત્યુ અથવા મર્ડર કરવામાં આવશે તો શું તેની જવાબદારી અમદાવાદ પોલીસ કમિશનર લેશે આ કેસના વધુ ખુલાસા સાથે હું આપની સમક્ષ વિસ્તૃત માહિતી સાથે ચર્ચામાં રહીશ અને તમામ વિગતો મારા બીજા આર્ટીકલ માં આપની સમક્ષ રાખીશ