ધોળકા તાલુકાના પીસાવાડા ગામે ગેરકાયદેસર માટી ખોદાણ

પ્રતિ શ્રી નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી તાલુકા સેવાસદન ધોળકા
વિષય ધોળકા તાલુકાના પીસાવાડા ગામે ગેરકાયદેસર માટી ખોદાણ અને વેચાણ અટકાવવા બાબત
જયભારત સાથે જણાવવાનું કે મોજે ગામ પીસાવાડા તા ધોળકા મા જાહેર ગ્રામપંચાયત ના તળાવ માથી માટી ખોદાણ કરી વ્યક્તિ ગત માલિકી ના ખેતરમાં ખુલ્લા પ્લોટોઅને ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા મા વેચાણ કરવામાં આવી રહ્યું છે આ માટી ખોદાણ કરવા માટે ગ્રામપંચાયત પીસાવાડા મા કોઈ જાહેરાત નિયમોનુંસાર ઠરાવ, મીટીંગ કે અન્ય નિયમાનુસાર ની કાયૅવાહી કરવામાં આવેલ નથી અમો પંચાયત મા સભ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હોવા છતા આ કામગીરીમાં અમોને કશી જાણ કરવામાં આવી નથી આ માટી વેચાણ થી થતી નાણાકીય આવક પંચાયત હેડે ન લઇ મોટુ નાણાકીય કૌભાંડ આચરવામાં આવતું જણાય છે આ માટી ખોદાણ થવાથી અને ઈંટોના ભઠ્ઠા મા વપરાશ થવાથી ગામ નજીક મોટા પ્રમાણમાં પ્રદૂષણ પણ થઈ રહ્યું છે તો આ બાબતે સંપૂર્ણ તપાસ કરી માટી ખોદાણ માટે ના અને જાહેર ઉપયોગ અને વેચાણ માટે ના તમામ દસ્તાવેજો અમોને ઉપલબ્ધ કરાવશો ગેરકાયદેસર માટી ખોદાણ અને વેચાણ મા સંડોવાયેલા કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરી તથા ગ્રામપંચાયત ને થયેલ નાણાકીય નુકશાન ની ભરપાઈ કરવા ની કાયૅવાહી કરશો અન્યથા અમારે વ્યાપક હિત મા ઉપલી કચેરી ખાતે જાણકરવાની ફરજ પડશે જેની ગભીંર નોધં લેશો
નકલ સવિનય કાયૅવાહી માટે રવાના
૧ માન્ય કલેક્ટર સાહેબ શ્રી જીલ્લા સેવા સદન અમદાવાદ
૨ મદદનીશ ભૂસતર શાસ્ત્રી ખાણ અને ખનીજ વિભાગે
બ્લોક સી ૪ માળ બહુમાળી ઇમારત ગિરધર નગર અમદાવાદ
NS NEWS