ગુજરાતરાજકારણ

યોગપાલસિંહ ગોહિલ ની આગેવાની હેઠળ વાઘોડિયા વિધાનસભા કોંગ્રેસ ની પદયાત્રા.. કોયલી થી અનગઢ મસાણી માતા ના મંદિર સુધી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદયાત્રા.

સ્વર્ગસ્થ માજી પર્યાવરણ મંત્રી ના પુત્ર યોગપાલસિંહ ગોહિલ ની આગેવાની હેઠળ વાઘોડિયા વિધાનસભા કોંગ્રેસ ની પદયાત્રા કોયલી થી અનગઢ મસાણી માતા ના મંદિર સુધી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદયાત્રા.

136 વાઘોડિયા વિધાનસભા માં હજારો કાર્યકર્તાઓ સાથે કોયલી થી મસાણી માતા મંદિર અનગઢ સુધી કોંગ્રેસ એ કાઢી પદયાત્રા, માતાજી ને ધ્વજા અર્પણ કરી. સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર ને વાઘોડિયા વિધાનસભા ની ટીકેટ ની માંગ.

ગુજરાત રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી ના ગણતરી ના દિવસો બાકી છે, તેવામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અનેક વિસ્તારો માં અનેક જાહેર કાર્યક્રમો અને જાહેર સભાઓ કરી રહ્યા છે, તેવામાં આજ રોજ વડોદરા ના વાઘોડિયા વિધાનસભા માં કોંગ્રેસ દ્વારા મસાણી માતાજી ના મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી આ પગયાત્રા આશરે 7 થી 10 કિલોમીટર ની હતી પદયાત્રા ની શરૂઆત સ્વર્ગસ્થ માજી પર્યાવરણ મંત્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ ના કોયલી ખાતે ના નિવસ્થાને થી અનગઢ મસાણી માતા ના મંદિર સુધી આ પગયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, હઝારો ની સંખ્યામાં આ પદયાત્રા માં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા.
પદયાત્રા નું રસ્તા માં ઠેર ઠેર ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું, મસાણી માતા ના મંદિરે ધ્વજા અર્પણ કરવામાં આવી, આ કાર્યક્રમ માં કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ અને પાદરા વિધાનસભા ના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વડોદરા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ બ્રહ્મભટ્ટ, વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ ઝાલા, વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ , જીલ્લા સદસ્ય કિરણભાઈ રાઠોડ અને વાઘોડિયા વિભાનસભા કોંગ્રેસ ના સંભવિત ઉમેદવારો  યોગપાલસિંહ ગોહિલ, જયેંદ્રસિંહ ચાવડા, દિલીપભાઈ ભટ્ટ,  સત્યજીત ગાયકવાડ, રાજુભાઈ ઠાકોર, કનુભાઈ ગોહિલ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. પદયાત્રા મસાણી માતા મંદિર પોહચી ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આજુબાજુના ગ્રામજનો સાથે જંગી સભા કરવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ માં અંગત સુત્રો દ્વારા માહિતી પ્રમાણે યોગપાલસિંહ ગોહિલ ને વાઘોડિયા વિધાનસભા માં કોંગ્રેસ માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવે તો કાંઠા વિસ્તાર ના તમામ ગામડાંઓ અને ક્ષત્રિય સમાજ એક થઈને યોગપાલસિંહ ને જંગી મતો થી જીતાડવાનું કહ્યું.

આર્યનસિંહ ઝાલા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button