ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ના વરદ હસ્તે અનગઢ થી મસાણી માતા ના મંદિર સુધી ના રોડ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું,
અનગઢ થી મસાણી માતા મંદિર જવાના રોડ નું ખાતમુહર્ત વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા આજ રોજ કરવામાં આવ્યું, અનગઢ મુકામે આવેલ મસાણી માતાજી ના મંદિરની દિવસે ને દિવસે લોકો માં શ્રદ્ધા વધી રહી છે.મસાણી માતા જી ના મંદિરે માતાજી ના દર્શનાર્થે સમગ્ર ગુજરાત માંથી ભાવિ ભક્તો આવતા હોય છે.અનગઢ ગામ થી મસાની માતાજી ના મંદિરે જતો રસ્તો અત્યંત બિસમાર હાલત માં હોવાના કારણે ભક્તો ને આવવા જવા માં ભારે તકલીફો વેઠવી પડતી હતી.જે રસ્તા માટે વડોદરા તાલુકા ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ મંગલસિંહ ગોહિલ , માજી સરપંચ રાજેન્દ્રસિંહ ગોહિલ અને ભાજપ ના હોદ્દેદારો દ્વારા વાઘોડિયા ના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ને રજુઆત કરવામાં આવી હતી , જે રજુઆત ને ધ્યાન માં લઇ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા નવા રોડ ની ગ્રાન્ટ રાજ્ય સરકાર માંથી લાવેલ, આ રોડ નું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવેલ આ ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડિયા ના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા તાલુકા ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ મંગલસિંહ ગોહિલ, જિલ્લા સભ્ય શ્રી હંસાબેન રાજુભાઈ ગોહિલ, અનગઢ ગ્રામ પંચાયત સરપંચ , અનગઢ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ગોહિલ, માજી સરપંચ રાજુભાઇ ગોહિલ, કલ્પેશભાઈ પટેલ, માજી જિલ્લા સદસ્ય નરેન્દ્ર સિંહ પરમાર, સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આર્યનસિંહ ઝાલા