136 વાઘોડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા નું આયોજન, આ યાત્રા માં મુખ્યમંત્રી શ્રી અશોક ગહેલોત દ્વારા સંભવિત ઉમેદવાર યોગપાસિંહ ગોહિલ ને હાર પહેરવામાં આવ્યો.
136 વાઘોડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ પરિવર્તન સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા માં રાજસ્થાન ના મુખ્યમંત્રી શ્રી અશોક ગહેલોત પણ જોડાયા હતા ,ફાજલપુર હાઇવે પર રાજસ્થાન ના મુખ્યમંત્રી શ્રી અશોક ગહેલોત નું સ્વાગત કરવામાં આવ્યું હતું, મુખ્યમંત્રી શ્રી અશોક ગહેલોત દ્વારા 136 વાઘોડિયા વિધાનસભા ના સંભવિત ઉમેદવાર યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ ને હાર પહેરાવમાં આવ્યો, મુખ્યમંત્રી દ્વારા હાર પહેરાવતાની સાથે જ હજારો ની સંખ્યા માં સમર્થકો દ્વારા યોગપાલસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા. આ સંકલ્પ યાત્રા માં મોટી સંખ્યા માં કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
136 વાઘોડિયા વિધાનસભા ના સંભવિત ઉમેદવારો ની આગેવાની હેઠળ હજારો ની સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળી, આ પરિવર્તન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન અનગઢ સંભવિત ઉમેદવાર યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ ના નિવસ્થાને થી કરવામાં આવી હતી, હજારો ની સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને સમર્થકો આ પરિવર્તન રેલી માં જોડાયા હતા. આ રેલી અનગઢ ગામ થી શરૂઆત થઈ ફાજલપુર, સાકરદા, પદમલા, દશરથ, ફર્ટિલાઇઝર ચોકડી થઇ સોખડા થઇ મંજુસર મુકામે પોહચશે.
નૈતિક સમાચાર(NS NEWS)