માનનીય પ્રધાનમંત્રી ને હિટલર કહેનાર ને ભાજપે ટિકિટ આપી ??
વિરમગામ બેઠક ઉપર ભાજપે હાર્દિક પટેલની પસંદગી કરતાં પ્રજામાં તિવ્ર આક્રોશ સાથે નારાજગી ?
વિવાદાસ્પદ અને પાટલીબદલું હાર્દિક પટેલનું નામ આવતાં જ વિરમગામના ઘણા વિસ્તારોમાં બેનરો લાગી ગયા કે અહિં રાજકીય લોકોએ આવવું નહી ?
પાટિદારોના ચહિયતા હાર્દિક પટેલને રાજકારણની લાલચ જાગતા ક્રોગ્રેસમાં જોડાયા અને ક્રોગ્રેસે પક્ષમાં ખુબ મોટી જવાબદારી પણ આપી પણ હાર્દિક પટેલે જેવી પાટીદાર સમાજ સાથે ગદારી કરી તેવી ગદારી ક્રોગ્રેસ સાથે પણ કરી અને કોણ જાણે કેવી લાલચે તેઓ ભાજપનો ખેસ પહેરી લીધો. ?
નિષ્ણાતો એવુ કહી રહ્યા છે કે ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક સોંપીને ગંભીર ભૂલ કરી હોય તેવું લાગી રહ્યુ છે ?
વિરમગામમાં ચુંટણીના પરિણામો પહેલા જ ભાજપે જાણે કે આ બેઠક ગુમાવી દીધી હોય તેવી પ્રજામાં ચાલતી ચર્ચા?
દેશનું પ્રગતિશીલ અને દ્રષ્ટાંતરૂપ રાજ્ય કે જેની વિધાનસભાની ચૂટણીઓના દિવસો નજીક છે અને પુરાં દેશની નજર આ ચૂંટણીઓ ઉપર મંડારાઈ રહી છે તેવા ગુજરાત રાજ્યના રાજકીય પક્ષોએ ખુબ ઝોખી ઝોખી અને તોલી તોલીને ઉમેદવારોની પસંદગી કરી છે અને છેક છેલ્લે સુધી ઉમેદવારોની પસંદગી માટે ખુબ જહેમત ઉઠાવવી પડી છે ખાસ કરીને ત્રણ મહત્વના રાજકીય પક્ષો ભાજપ,ક્રોગ્રેસ અને આમ આદમી પાર્ટી જો કે વર્તમાન ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં આ ત્રણ પક્ષો વચ્ચે જ જંગ જામવાનો છે અને પસંદીતા ઉમેદવારો ખુબ જોર અને જોશમાં છે જિત મેળવવા તો ક્યાંક પ્રજા નારાજ પણ છે કે આવો ઉમેદવાર તેમના ફાળે શા માટે આવ્યો. લોકમુખે ચર્ચા ચાલી રહ્યી છે કે અમદાવાદના વિરમગામ વિધાનસભાની બેઠકની જ વાત કરીએ તો શાસક પક્ષ ભાજપે બહુ કુખ્યાત અને પાટીદાર સમાજમાં ખુબ જ વગોવાયેલ એવા હાર્દિક પટેલને આ બેઠક ઉપર ટિકિટ ફાળવી છે,ત્યારે વિરમગામ બેઠક ઉપરથી ભાજપમાંથી હાર્દિક પટેલની પસંદગી કરવામાં આવી ત્યારથી જ વિરમગામની પ્રજા ભાજપથી ખફા થઈ ગઈ છે અને આવા ઉમેદવારને મુકવા બદલ ભાજપને કોષી રહી છે.
હાર્દિક પટેલ કે જેમનુ પાટીદાર અનામત આંદોલન વખતે ખુબ વજન પડતું હતું અને પાટીદાર સમાજના મસિહા ગણાતા હતા પણ રાજકારણની લાલચ જાગતા હાર્દિક પટેલ ક્રોગ્રેસમાં જોડાયા અને ક્રોગ્રેસે પક્ષમાં ખુબ મોટી જવાબદારી પણ આપી પણ હાર્દિક પટેલે જેવી પાટીદાર સમાજ સાથે ગદારી કરી તેવી ગદારી ક્રોગ્રેસ સાથે પણ કરી અને કોણ જાણે કેવી લાલચે તેઓ ભાજપનો ખેસ પહેરી લીધો. અને આજે તેઓ ભાજપ તરફથી વિરમગામ બેઠક ઉપરથી ચૂટણી લડી રહ્યા છે પણ વિરમગામની પ્રજાને હાર્દિક પટેલ ન ગમ્યા હોય તેમ વિરમગામના મોટા ભાગના વિસ્તારોમાં બેનરો મારી દિધા છે કે અમારી સોસાયટી કે વિસ્તારમાં રાજકીય પક્ષોએ આવવું નહીં.
વિરમગામની પ્રજા રાજકીય ઉમેદવાર ખાસ કરીને ભાજપના હાર્દિક પટેલથી ખુબ જ નારાજ દેખાઈ રહી છે અને આ નારાજગી આવનારી ચૂટણીઓમાં સ્પસ્ટ તરી આવશે તેવુ રાજકીય વિશ્લેષ્કોનું માનવું છે અને આ ઉપરથી લાગી રહ્યુ છે કે વિરમગામમાં ચુંટણીના પરિણામો પહેલા જ ભાજપ જાણે કે આ બેઠક ગુમાવી દીધી છે. અને નિષ્ણાતો એવુ પણ કહી રહ્યા છે કે ભાજપે હાર્દિક પટેલને આ બેઠક સોંપીને ગંભીર ભૂલ કરી હોય તેવું લાગી રહ્યુ છે અને બીજા પક્ષોને સીધો જ ફાયદો જણાઈ રહ્યો છે,જો કે વિરમગામની પ્રજાના મત અને મનના પરિણામો હજુ બાકી છે,પણ એકંદરે હાર્દિક પટેલ કંઈ ઉખાડી નહી શકે તે પણ નક્કી છે તેવી પ્રજામાં ચર્ચા ચાલી રહી છે.