અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી થી માત્ર 100 મીટર ઉપર ચાલતો વરલી મટકા નો વેપાર ?

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં જાણે ઠેર ઠેર દારૂ અને જુગારની બંધીઓ બેફામ ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે જેવામાં અમદાવાદ પોલીસ કમિશનર થી માત્ર ૧૦૦ મીટરના અંતરે દરિયા ખાન ઘુમ્મટ પાસે જહાંગીર મિલની ચાલી ની અંદર દાઉદ નામના શખ્સ દ્વારા વરલી મટકાનો બેફામ અંદાજિત છ થી વધારે માણસો બેસાડીને જુગાર લખવામાં આવે છે આ વરલી મટકાના તાર મહારાષ્ટ્ર તેમજ દુબઈ સુધી પહોંચેલા હોય છે ? જેમાં એક્કા દશ અને એક દોડશો નો ભાવ આપવામા આવે છે અમદાવાદ પોલીસ કમિશ્નર ની કચેરી ની બાજુમાં ચાલતો આ ધંધા ને કોણ પ્રોત્સાહન આપે તે તપાસ નો વિષય છે ? પણ એક વાત તો નક્કી છે એ અમદાવાદ શહેર ના બાહુબલી સમાન પ્રામાણિક અને નૈતિક પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવ ના આવા ધંધા ઉપર નજર કેમ નથી પડતી ? આખા અમદાવાદ શહેરમાં જાણે દારૂ અને જુગાર નો બુટલેગરો ને ખુલ્લો દોર મળી ગયો તેવું લાગી રહ્યું છે અને અમદાવાદ પોલીસ કમિશ્નર તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ની નીતિ તો નથી અપનાઈ રહ્યા ને