રાજકારણ

પંદર વર્ષથી દરિયાપુર બેઠક ઉપર પંજાની જમાવટ હતી પણ કૌશિકભાઈ જૈને આખરે કમળ ખિલાવ્યુ..

 અમદાવાદની દરિયાપુર વિધાનસભાની બેઠક ઉપર ભાજપના કૌશિકભાઈ જૈનની ઐતિહાસિક જીત
 પંદર વર્ષથી દરિયાપુર બેઠક ઉપર પંજાની જમાવટ હતી પણ કૌશિકભાઈ જૈને આખરે કમળ ખિલાવ્યુ
 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હતો અને હવે પરિણામો આવી ગયા છે જે કોંગ્રેસ અને આપને ઝટકા સમાન લાગ્યા,,
 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલભલા ખેરખાઓની ધોબીપછાડ હાર થઈ
 દરિયાપુર વિધાનસભાની બેઠક ઉપર આપના ઉમેદવાર તાજ મહોમ્મદ ખુરેશી અને એ.આઈ.એમ.આઈ.એમ. ના હસન લાલાને મળેલ મતોથી ભાજપના કૌશિકભાઈ જૈનને સીધો ફાયદો થયો હોય તેવું લાગી રહ્યુ છે ?
 દરિયાપુર બેઠક ઉપરથી ભાજપના મંત્રી કૌશિકભાઈ પટેલ અને ભાજપના સંનિષ્ઠ અને ઉચ્ચ કોટિના નેતા ભરતભાઈ બારોટને પણ કોંગ્રેસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ એ સાબિત કરી દીધુ છે કે હવે પ્રજા જાગ્રત બની છે,પ્રજા લોકશાહીના મર્મને જાણતી થઈ છે કોણ કામ કરે છે અને કોણ વાયદાઓ-વચનો આપી પ્રજાને મુર્ખ અને ભ્રમિત કરે છે તે હવે પ્રજા સારી પેઠે જાણે છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓએ સાબિત કરી દીધું છે.ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપનો ગઠ ગણાય છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ હોવાથી સમગ્ર દેશની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર નજર હતી,વિરોધીઓનો વિરોધ સમતો ન હતો.બીજી બાજુ કોરોના નામની મહામારી,મંદી અને મોંઘવારી જેવી સમસ્યાઓ પ્રજાના માથે હતી અને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેનો સિધો ફાયદો ઉઠાવવા માંગતા હતા અને તેનો ભરપૂર લાભ પણ ઉઠાવ્યો જો કે ગુજરાતમાં પણ ત્રિવેણિયો જંગ લાગતો હતો પણ પ્રજાએ વિકાસ અને દેશની સુરક્ષાને વોટ આપ્યા એ પણ પુરા દિલ અને દિમાગથી અને ચોખ્ખી બહૂમતિથી.
દેશ આજે વિકાસના અસિમ શિખરો સર કરી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશે દૂનિયાને બતાડી દીધું છે કે હવે તે વિશ્વના મોટા દેશોમાં નામના ધરાવે છે.અને ગુજરાતની પ્રબુધ્ધ પ્રજા સારી રીતે જાણે છે કે ભાજપ સરકાર જ ચમત્કાર સર્જી શકે છે બીજા કોઈની તાકાત નથી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હતો અને હવે પરિણામો આવી ગયા છે જે કોંગ્રેસ અને આપને ઝટકા સમાન લાગ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલભલા ખેરખાઓની ધોબીપછાડ હાર થઈ છે.જેમ કે અમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભા બેઠક કે જે કોંગ્રેસનો ગઠ ગણાતી હતી અને આ બેઠક ઉપરથી ભાજપના મંત્રી કૌશિકભાઈ પટેલ અને ભાજપના સંનિષ્ઠ અને ઉચ્ચ કોટિના નેતા ભરતભાઈ બારોટ પણ કોંગ્રેસના હાથે હારનો સામનો કરવો પડ્યો છે પણ વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કૌશિકભાઈ જૈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગ્યાસુદિન શેખને દમદાર હાર આપી છે.
ભાજપના કૌશિકભાઈ જૈનને દરિયાપુર વિધાનસભા બેઠકમાં કુલ 61,490 મતો,જયારે કોંગ્રેસના ગ્યાસુદિન શેખને 56,005 મતો,આમ આદમી પાર્ટીના ઉમેદવાર તાજ મહોમ્મદ ખુરેશીને કુલ 4359 અને એ.આઈ.એમ.આઈ.એમ. ના હસન લાલાને 1772 અને અન્યોને મળીને કુલ 1,25,366 નું મતદાન થયું,જેમાં આપના ઉમેદવાર તાજ મહોમ્મદ ખુરેશી અને એ.આઈ.એમ.આઈ.એમ. ના હસન લાલાને મળેલ મતોથી ભાજપના કૌશિકભાઈ જૈનને સીધો ફાયદો થયો હોય તેવું લાગી રહ્યુ છે ?? અને 15 વર્ષથી આ બેઠક ઉપર જીતતા આવતા કોંગ્રેસના ગ્યાસુદિન શેખને કારમી હાર સહન કરવી પડી.
જો કે દરિયાપુર વિસ્તારના લોકો પણ જાણે છે કે જીત મોદી સરકારની છે.મોદી સરકારના વિકાસ મોડેલની છે,મોદી સરકારની ડિજિટલાઈઝેશન સિસ્ટમની છે અને મોદી સરકારની પ્રજાને મળેલ સુરક્ષા અને સલામતિની છે જો કે સ્થાનિક ભાજપના ઉમેદવારોએ પણ મોદી સરકારની નીતીએ ચાલીને પ્રજાના હ્રદય જીતી લીધા છે.અને ગુજરાતને પુરા દેશમાં એક આગવી ઓળખ આપી છે.ગુજરાતની ભાજપ સરકારે વિકાસલક્ષી નિતીરીતીથી ગુજરાતને દેશમાં વિકાસ મોડેલની નામના આપી છે.
ગુજરાતમાં ભાજપની સ્થિર સરકારે ખુબ મહત્વની કામગીરી કરી છે,વિવિધ સરકારી યોજનાઓ,અબાલવૃધ્ધોની સેવાલક્ષી કામગીરી,ખેડૂતોને પગભર કરવાની યોજનાઓ,મહિલાઓને આત્મનિર્ભર કરવાની કામગીરી.યુવાનોને રોજગારી જેવી મહત્વની કામગીરી કરીને લોકોના દીલ જીતી લીધા છે,જેના પરિણામો પ્રજાની સામે છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button