વડોદરા જીલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે પુનઃ અશ્વિનભાઈ પટેલ (કાકા) ની નિમણુંક કરવામાં આવી, સમર્થકો એ ફૂલ હાર કરી શુભેચ્છાઓ પાઠવી. જાણો વધુ વિગત
વડોદરા જીલ્લા માં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ (કાકા)ની પુનઃ નિમણુંક કરવામાં આવી છે, અશ્વિનભાઈ પટેલ વિધાનસભા ની ચૂંટણી પહેલા પણ વડોદરા જીલ્લા ના ભાજપ ના પ્રમુખ તરીકે કાર્યરત હતા, પરંતુ વિધાનસભા ની ચૂંટણી માં 136 વાઘોડિયા વિધાનસભા માં તેઓને વાઘોડિયા વિધાનસભા મ ભાજપ ના ઉમેદવાર તરીકે જાહેર થતા વડોદરા જીલ્લા ભાજપ ના કાર્યકારી પ્રમુખ તરીકે ડૉ, બી.જે.બ્રહ્મભટ્ટ ને મૂકાયા હતા, 136 વાઘોડિયા વિધાનસભા ની ચૂંટણી માં અશ્વિનભાઈ પટેલ ને ઉમેદવાર જાહેર કરાતા ભાજપ ના દબંગ પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી કરવામા આવી હતી, વાઘોડિયા વિધાનસભા માં ચતુર્સકોનીય જંગ સર્જાયો હતો, ભાજપ માંથી અશ્વિનભાઈ પટેલ, કોંગ્રેસ માંથી પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને અપક્ષ માંથી ભાજપ ના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એ ઉમેદવારી કરી હતી, ચૂંટણી માં ખરા ખરી નો જંગ સર્જાયો હતો, પ્રાપ્ત વિગત અનુસાર ખાનગી રીતે ભાજપ ના અમુક સમર્થકો દ્વારા બે અપક્ષ ઉમેદવાર મધુભાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને સમર્થન કરવામાં આવ્યું હતું, આ વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલ નો પરાજય થયો હતો અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો વિજય થયો હતો, અપક્ષ વિજય મેળવેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપ માં સામેલ થવાની અટકળો ચાલી રહી છે પરંતુ હજુ સુધી ભાજપ તરફ થી કોઈ સત્તાવાર માહિતી મળેલ નથી.
વિધાનસભા ની ચૂંટણી માં ઉમેદવારો ને મળેલ મતો.
અશ્વિનભાઈ પટેલ(ભાજપ) – 63899
સત્યજીતસિંહ ગાયકવાડ (કોંગ્રેસ) – 18870
ધર્મેન્દ્રસિંહ વાઘેલા (અપક્ષ) – 77905
મધુભાઈ શ્રીવાસ્તવ (અપક્ષ) – 14645
ગૌતમ રાજપૂત (આપ) – 2995
મનસુખભાઈ ચૌહાણ (BSP) – 1084
નિમેશભાઈ (લોંગ પાર્ટી) – 639
નોટા – 2622
કુલ મતદાન – 182659
ભાજપ સામે બળવો કરી અપક્ષ ચૂંટણી લડત મધુભાઈ ને 14645 મતો મળ્યા હતા અને ભાજપ ના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલ નો 14006 મતો થી પરાજય થયો હતો,
વડોદરા જીલ્લા ના ભાજપ ના વિશ્વાસુ અને તટસ્થ અને વફાદાર તરીકે ભાજપ પક્ષ સાથે રહેલા અશ્વિનભાઈ પટેલ કાકા ને ભાજપ દ્વારા પુનઃ પ્રમુખ પદ આપવામાં આવતા તેમના કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી ફેલાઇ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા તેમની ઓફીસ પર પોહચી ફૂલ હાર કરવામાં આવ્યા હતા, તેમના અંગત વિશ્વાસુ કોયલી ના માજી ડેપ્યુટી સરપંચ ઇભાભાઈ રાણા દ્વારા ફૂલ નો હાર પહેરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સાથેજ ભાજપ ના કાર્યકર્તાઓ પ્રવિનસિંહ રાઠોડ અને રાજુભાઇ ગોહિલ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા ફૂલોનો હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સાથે વડોદરા જીલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા તારીખ ૧૭/૧૨/૨૦૨૨ ના રોજ સમાં ખાતે ખાનગી પાર્ટી પ્લોટ માં વડોદરા શહેર જીલ્લા માંથી ભાજપ માંથી ચૂંટાયેલા નવ નિયુક્ત ધારાસભ્યોનું અને સંગઠન નો બહુમાન કાર્યક્રમ સાથે 136 વાઘોડિયા વિધાનસભા ના ભાજપ ના કાર્યકર્તાઓ અને સમર્થકો ના બહુમાન માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
આર્યનસિંહ ઝાલા
વડોદરા
નૈતિક સમાચાર (NS NEWS)