અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.જયરાજસિંહ વાળાની સાહસિક અને નિડર કામગીરી

નશીલા દ્રવ્યોની હેરાફેરી નશ્યત કરવામાં અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.જયરાજસિંહ વાળાની મહત્વની ભૂમિકા
અમદાવાદ શહેરમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે લાંલ આંખ કરીને બાતમીદારોના મજબુત નેટવર્ક દ્રારા લાખો રૂપિયાનું ડ્રગ્સ આરોપીઓ સાથે ઝડપી પાડીને ખુબ સરાહનીય કામગીરી કરતા અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.જયરાજસિંહ વાળા
અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે પણ ભારે પરિશ્રમ કરીને ડ્રગ્સ રેકેટ ઝડપી લીધુ
બદલાતા ટેક્નોલોજીના માહોલમાં પોલીસ પણ હવે અધતન બનીને પ્રજાને સુરક્ષા પૂરી પાડવાના પુરતા પ્રયાસો કરી રહી છે.એ પછી વાહન ચેકિંગ હોય કે સુરક્ષા અંગેનો બંદોબસ્ત હોય પ્રજા અને પોલીસનો સમય ન બગડે તે રીતે અવનવી ટેકનોલોજી અને વિવિધ પ્રકારની એપ્લીકેશનનો ઉપયોગ કરીને પ્રજાને આવતી સમસ્યાનો જલ્દી ઉકેલ લાવી રહી છે.લોકો હાલમાં વધુને વધુ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી રહ્યા હોવાથી ઓનલાઈન ફ્રોડના કેસો પણ બનતા હોય જેથી આવા બનાવને રોકવા સારુ અમદાવાદ શહેર પોલીસે મહત્વની કામગીરી કરી છે.ગુજરાતના મહત્વના શહેરમાં અમદાવાદની ગણના પણ થાય છે અને તેથી રોજગાર અર્થે અમદાવાદ શહેરમાં પણ પુરા ગુજરાત રાજ્યમાંથી તેમજ ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાંથી પણ અનેક લોકો રોજગાર અર્થે આવે છે,જેનાથી ગુનાની ઘટનાઓને અંજામ આપી આરોપીઓ પલાયન થઈ જવાની સંભાવના વધી જતી હોય છે,જેમાં અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.ની રાહબરી હેઠળ એસ.ઓ.જી- ક્રાઈમ બ્રાન્ચ સતત સાબદુ રહે છે અને ગુનેગાર ગુનો કરીને પલાયન થઈ જાય તો પણ તેને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામા આવે છે.
કામગરા અને કાર્યદક્ષ અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.જયરાજસિંહ વાળાની સાહસિક અને નિડર કામગીરીની પણ શહેરીજનો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.ખાસ કરીને અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.જયરાજસિંહ વાળાને ટેકનોલોજીને મહત્વ આપીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા હોવાથી અમદાવાદ શહેરજનોમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્વોનો જે ડર રહેતો હતો તે હવે ભુતકાળ બની ગયો છે એક સમયે એવો હતો કે શહેરમાં ગુનાહિત તત્વો બેખોફ બની ગયા હતા પરંતુ આજે માહોલ બદલાયો છે અને અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.જયરાજસિંહ વાળાનો ખૌફ રહેતા ગુનાહિત તત્વો નશ્યત થઈ ગયા છે.
પોલીસ કમિશનર,અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર,ક્રાઈમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર,એસ.ઓ.જી. ક્રાઈમબ્રાંચ અમદાવાદ શહેરમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે લાંલ આંખ કરીને બાતમીદારોના મજબુત નેટવર્ક દ્રારા લાખો રૂપિયાનું ડ્રગ્સ આરોપીઓ સાથે ઝડપી પાડીને ખુબ સરાહનીય કામગીરી કરી છે જેમાં અમદાવાદ શહેર એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે પણ ભારે પરિશ્રમ કરીને ડ્રગ્સ રેકેટ ઝડપી લીધુ છે.