આ પણ છે અમદાવાદ માં ટી.આર.બી. જવાન

માનવ તસ્કરી ઉચાપત તેમજ અપહરણ ના ભારત ભરમાં અનેક બનાવો બને છે અને એમાં પણ મેધાસીટી ટાર્ગેટ ઉપર હોય છે જો તમે કોઈ ભીડભાડ વાળી જગ્યા એ જતા ખુબજ સાવચેતી રાખવી પડતી હોય છે તેવામાં જો તમારું બાળક ક્યાં ઘુમ થઇ જાય તો હાલના યુગમાં શોધવું ખુબજ અગરુ કામ છે જો વાત કરવામાં આવે તો હાલમાં ક્રીસમસ ની રજાઓ ના તહેવાર માં અમદાવાદ જેવા શહેર માં લોકો ક્યાં ક્યાં થી સતાપદી મહોસ્તવ હોય કે કાંકરિયા કાર્નિવલ પ્રોગામ હોય સવકોઈ તેનો આનંદ ઉઠાવવા આવતા હોય છે જેમાં પોલીસ અને પ્રશાસન તમામ પ્રકારની તૈયારીઓ થી સજ્જ હોય છે તેમાં પણ નાના બાળકો ની કાળજી રાખવી ખુબજ મહત્વ નું કામ છે તેવામાં આજ રોજ કાંકરિયા કાર્નિવલમાં. દાહોદ થી પોતાના ગ્રુપ સાથે ફરવા આવેલ આશરે 10-12 વર્ષ નો વિદ્યાર્થી ગ્રુપ થી કોઈ કારણ સર અલગ થઇ ગયેલ જે ગભરાટ ના કારણે રડતો રડતો કાંકરિયા હનુમાન ટી ખાતે થી ખોખરા તરફ જતો હતો ત્યારે ત્યાંના જાબાજ મહિલા ટી. આર. બી. જવાન કટારા કીર્તિ નટવરલાલ તેમજ અન્ય ટી. આર. બી. જવાન અક્ષય ભરતભાઈ દ્રારા તે ગભરાયેલ બાળક ની પૂછ -પરછ કરતા તે બાળક દ્રારા જણાવામાં આવ્યું હતું કે હું મારા ગ્રુપ માંથી ભૂલો પડી ગયો છુ અને હતાશ બાળક ને ટી. આર. બી. જવાનો દ્રારા પ્રોસ્તાન આપતા તેઓ ની નાતો પોતાના સમય ની કે નાતો પોતાના પોઇન્ટ ની ચિંતા કર્યા વગર તેઓની ગ્રુપ ની શોધખોળ ચાલુ કરી દીધી અને એકજ લક્ષ સાથે રાખીને તેઓના ગુપ ને શોધીને તેમના ટિમ લીડર ના શિક્ષક ને બાળક ને હેમખેમ પરત કરી ઉમદા કામગીરી કરી જો બાળક કદાચ આ ટી. આર બી. જવાનો ના હાથમાં ના આવ્યો હોત અથવા કોઈ અણબનાવ બન્યો હોત તો આજે આ બાળક ની પરિસ્થિતિ અલગ રૂપ લઈ લેત પણ ધન્ય છે એ ટી. આર બી. જવાનો ને જેમણે પોતાની ફરજ સાથે પોતાનું માનવતાનું કર્તવ્ય પણ નિભાવ્યું અને એક ઉમદા કામગીરી કરી તે બદલ નૈતિક સમાચાર તે ટી.આર. બી. જવાનોને સત સત નમન કરે છે