પક્ષી. પર્યાવરણ. અને. મનુષ્ય. માટે ટિમ રેવોલ્યુશન ની અનોખી પહેલ..

ટીમ રેવોલ્યુશનનું નિર્દોષ પક્ષીઓને બચાવવા અનોખું અભિયાન
207 કિલોગ્રામ દોરીના ગુચ્છા આવ્યા રૂપિયા 50. હજાર વળતર ચૂકવ્યુ
તે દોરીના ગુચ્છા ને સળગાવી દઈને તેનો નાશ કરવામાં આવ્યો ઉતરાણ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓના જીવ જતા હોય છે ત્યારે ટીમ રેવોલ્યુશન દ્વારા એક કિલો ગુચ્છા રૂપિયા 1000 નું વળતર જાહેર કરીને અનોખો અભિયાન છેડાયું હતું જેમાં છેલ્લા બે દિવસમાં 207 કિલો દોરીના ગુચ્છા ટીમ રેવોલ્યુશન પાસે આવ્યા હતા જેમાં દોરીના ગુચ્ચા બદલ રૂપિયા 50. હજાર નું વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું જોકે કેટલાક લોકો વળતર શુદ્ધ લઇ ગયા ન હતા ઉતરાણના તહેવાર દરમિયાન વીજ થાંભલા વૃક્ષો તેમજ અન્ય જગ્યા ઉપર પતંગની દોરી લટકતી હોય છે જેમાં નિર્દોષ પક્ષીઓ ફસાઈ જતા હોય છે અને કેટલાકને જીવ ગુમાવવું પડે છે ત્યારે ટીમ રેવોલ્યુશન ના અગ્રણી સ્વેજલ વ્યાસે આ વખતે પતંગની એક કિલો દોરી નો ગુચ્છો જમા કરાવી જાવ અને રૂપિયા 1000 વરતળ લઈ જાવ તેઓ અભિયાન શરૂ કર્યું હતું તેમજ ઇજાગ્રસ્ત પક્ષીઓના સારવાર તેમજ ગુચ્છા લેવા માટે સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે આવેલા રામેશ્વર મંદિર ની બાજુમાં કેમ્પ લગાવ્યો હતો જે દરમિયાન તેના બે દિવસમાં કુલ 207 કિલો દોરીના ગુચ્છા તેમ રેવોલ્યુશન પાસે આવ્યા હતા જેમાં 50 લોકોને રૂપિયા 1000 લેખે ગુચ્છા ના બદલામાં વળતર ચૂક્યું હતું જોકે ઘણા બધા લોકો દોરીના ગુચ્છા લઈને આવ્યા હતા અને તેમણે વજન કર્યા વિના જ ગુચ્છા જમા કરાવ્યા હતા અને વળતર પર લીધું ન હતું 207 kg દોરીના ગુચ્છા ને સળગાવી દઈને તેનો નાશ કરાયો હતો અને સાથે સંદેશો પણ આપ્યો હતો કે આપણે ચાઈનીઝ દોરી નો પણ બહિષ્કાર કરવો જોઈએ નહીં જેથી કરીને નિર્દોષ પક્ષીઓ પર્યાવરણ કે મનુષ્ય ને નુકસાન ના થાય