અમદાવાદ શિક્ષણ અધિકારીની કચેરીમાં. અંધેર નગરી ગંડું રાજા જેવી સ્થિતિ

અમદાવાદની વસ્ત્રાપુર ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં માહિતી અધિકારના કાયદા લિરેલિરા !!
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે માહિતી અધિકારના કાયદાના છોતરા ઉડાડી દે તેવો ગોળગોળ જવાબ આપીને જાગૃત નાગરિકની અરજીને સાઈડ કરવાની કોશિસ કરી !!
જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે માહિતી આપવામાં ઢાંકપીછોડો કર્યો, શું તેઓ શાળાના સંચાલકને બચાવવા માંગે છે કે પછી બીજી કોઈ બાબત છે ?
પી.એચ.જાદવે જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તેમાં અપીલ અધિકારીનું નામ પણ જણાવેલ નથી અને માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી આપી શકાય તેમ નથી તો અધિનિયમ કયો તે પણ જણાવેલ નથી.આવો છીછરો જવાબ આપીને તેમણે આર.ટી.આઈ.એક્ટના કાયદાનો તો ભંગ કરેલ છે સાથે પોતાની મુર્ખતા પણ છતી કરી દીધી!!
નારણપુરા વિસ્તારમાં ચાલતી એક શાળાના શિક્ષણ સંલગ્ન માહિતી,કેટલા વર્ગો શાળામાં ચાલે છે,કેટલા વિધાર્થીઓ છે અને વિધાર્થી દીઠ કેટલી ફી લેવામાં આવે છે તે વિષયની માહિતી માંગેલ પણ અરજદારને મળેલ નિરાશા
ગુજરાતમાં આર.ટી.આઈ.એક્ટ હેઠળ પ્રજાને માહિતી મેળવવાનો પુરેપુરો અધિકાર આપવામાં આવ્યો છે અને જે તે સરકારી અધિકારી કે કચેરી તે કાયદા હેઠળ માહિતી આપવા માટે બંધાયેલ છે તેમ છતાં સરકારી કચેરીઓના હોશિયાર અને ચાલાક અધિકારીઓ પ્રજાને જાણે કે બેવકુફ સમજતાં હોય તેમ માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીનો ગોળગોળ જવાબ આપીને લોકોને ગુમરાહ કરીને પોતાનો કરતુંતો છુપાવવાની પુરેપુરી કોશિશ કરતા હોવાનું સ્પસ્ટ જણાઈ આવે છે જેમ કે તાજેતરમાં એક જાગૃત નાગરિકે અમદાવાદની વસ્ત્રાપુર ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં નારણપુરા વિસ્તારમાં ચાલતી એક શાળાના શિક્ષણ સંલગ્ન માહિતી,કેટલા વર્ગો શાળામાં ચાલે છે,કેટલા વિધાર્થીઓ છે અને વિધાર્થી દીઠ કેટલી ફી લેવામાં આવે છે તે વિષયની માહિતી મેળવવા માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી પરંતુ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે માહિતી અધિકારના કાયદાના છોતરા ઉડાડી દે તેવો ગોળગોળ જવાબ આપીને જાગૃત નાગરિકની અરજીને સાઈડ કરવાની કોશિસ કરી હતી.
પ્રાપ્ત માહિતી અને મળેલ ફરિયાદ મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક શાળામાં લોલમલોલ નિતિરીતી ચાલતી હોવાથી એક જાગૃત નાગરિકે અમદાવાદની વસ્ત્રાપુર ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી પણ જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે માહિતીને છુપાવવાની કોશિસ કરી હોય કે પછી માહિતી ઉપલબ્ધ ન હોય તેમ અધકચરો જવાબ આપીને હાથ અધ્ધર કરી લીધા હતા પણ સવાલ એ છે કે શા માટે જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે માહિતી આપવામાં ઢાંકપીછોડો કર્યો શું તેઓ શાળાના સંચાલકને બચાવવા માંગે છે કે પછી બીજી કોઈ બાબત છે.તે તો સમય જ કહી બતાવશે ??
જો કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તેમાં અપીલ અધિકારીનું નામ પણ જણાવેલ નથી અને એવું જણાવેલ છે કે માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી આપી શકાય તેમ નથી તો અધિનિયમ કયો તે પણ જણાવેલ નથી.આવો છીછરો જવાબ આપીને જાહેર માહિતી અધિકારી પી.એચ.જાદવે આર.ટી.આઈ.એક્ટના કાયદાનો તો ભંગ કરેલ છે સાથે પોતાની મુર્ખતા પણ છતી કરી દીધી છે તેવુ લાગી રહ્યુ છે.