શાહપુર પોલીસ સ્ટેશનના P.S.I. વિરુદ્ધ કોર્ટ માં ફરિયાદ

અમદાવાદમાં પોલીસની દબંગાઈ ફીર સામે આવી છે… અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં આવતા ખાનપુર પોલીસ ચોકીના પીએસઆઈ એસ.આર.બલાતએ યુવકને માર મારતા પીએસઆઈ વિરુધ્ધ કોર્ટમાં ફરીયાદ નોંધવામાં આવી છે… ખાનપુર વિસ્તારમાં રહેતા રાહુલ કોન્ટ્રાકટર નામના યુવક વિરુધ્ધ તેની પત્નીએ કલમ 406 હેઠળ ફરીયાદ નોંધાવી હતી.. જે અંતર્ગત રાહુલ ખાનપુર પોલીસ ચોકીમાં હાજર થયો ત્યારે પીએસઆઈ એસ આર બલાતએ રુપિયા 50 હજાર જમા કરવવા જણાવ્યુ હતુ પરંતુ યુવકે કોર્ટમાં રજુ કરવા અને કોર્ટ સમક્સ ગુનો સાબિત કરવા કહ્યુ જેના કારણે પીએસઆઈ બલાત યુવક પર તુટી પડ્યો હતો જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી અને ત્યાર બાદ કોર્ટમા રજુ કર્યો ત્યારે કોર્ટએ પણ આ અંગે ગંભીરતાને ધ્યાનમાં લઈ યુવકને સિવીલ ખાતે ખસેડ્યો હતો અને પીએસઆઈ ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો… તેમ જ શાહપુર પોલીસ સ્ટેશનની અંદરના સીસીટીવી ફુટેજ પણ લેવા માટે આદેશ કર્યો છે…ભોગ બનનાર યુવકએ જણાવ્યુ હતુ કે પીએસઆઈ બલાતએ ધમકી ભરી ભાષામા કીધુ હતુ કે જો કોર્ટમાં ફરીયાદ કરીશ તો રીમાન્ડમાં હજુ વધારે માર મારીશ…અને કોર્ટ ઉપર છે કે પોલીસ તે પણ જણાવી દઈશ…ઉલ્લેખનીય છે કે શાહપુર પીઆઈ આર.કે.અમીન ફરીયાદીની ફરીયાદ ન લેતા હાઈકોર્ટમાં અરજી દાખલ થયેલ છે..રાહુલ કોન્ટ્રાકટર,ભોગ બનનાર યુવક